Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

રાહુલ ગાંધીએ પરાજયની જવાબદારી સ્વીકારી :પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા

અમારી લડાઈ વિચારધારાની છે જનતા માલિક છે તેને નિર્ણંય આપી દીધો છે હું કોઈ રંગ આપવા માંગતો નથી

નવી દિલ્હી :લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના પરાજયની જવાબદારી સ્વીકારતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને વડાપ્રધાન મોદીને અભિનંદન આપ્યા છે રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરીને અમેઠીમાં પોતાની હારનો સ્વિકાર કરતા કહ્યું હતું કે અમેઠીમાં સ્મૃતિ ઇરાની જીતી છે. હું ઇચ્છીશ કે સ્મૃતિ ઇરાની જી પ્રેમથી અમેઠીની સંભાળ રાખે. તેમને જીત માટે અભિનંદન.

  રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મેં ચૂંટણી અભિયાનમાં કહ્યું હતું કે જનતા માલિક છે. આજે જનતાએ પોતાનો નિર્ણય આપી દીધો છે. હું પીએમ નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવું છું. અમારા જે ઉમેદવાર લડ્યા તેનો આભાર માનું છું. અમારી લડાઇ વિચારધારાની છે. અમારે સ્વિકાર કરવો પડશે કે આ ચૂંટણીમાં મોદી જીત્યા છે.

  રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસના પરાજયની 100 ટકા જવાબદારી મારી છે. આજે નિર્ણયનો દિવસ છે.હું આ નિર્ણયને કોઈ રંગ આપવા માંગતો નથી. આજે કોઈ ફરક પડતો નથી કે હું આ પાછળ કયું કારણ માનું છું. નિર્ણય છે કે મોદી દેશના પીએમ હશે

(12:00 am IST)