Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

સાર્વજનિક ક્ષેત્રની બેંકોમાં 30મીથી બે દિવસ સુધી હડતાલ વેતનમાં ફક્ત બે ટકાના વધારાના વિરોધમાં એલાન કરાયું

     નવી દિલ્હી: સાર્વજનિક ક્ષેત્રની બેંકોના કર્મચારીઓ અને અધિકારીઓએ 30મીથી બે દિવસની હડતાળની જાહેરાત કરી છે.હડતાળનું એલાન ભારતીય બેંક સંઘ (IBA) દ્વારા વેતનમાં ફક્ત બે ટકાના વધારાના વિરોધમાં કરાયું છે વેતન વધારવાને લઈને 5મી મે 2018ના રોજ બેઠકમાં આઈબીએ દ્વાર બે ટકાના વેતન વધારાની રજુઆત થઇ હતી જેમાં કહેવામાં આવ્યું કે અધિકારીઓની માગણી પર વાતચીત ફક્ત સ્કેલ 3 સુધીના અધિકારીઓ સુધી સીમિત હશે.

  યુનાઈટેડ ફોરમ અને બેંક યુનિયન્સના સંયોજક દેવીદાસ તુલજાપુરકરે કહ્યું કે એનપીએના બદલામાં કરવામાં આવેલી જોગવાઈના કારણે છે જેનાથી બેંકોને નુક્સાન થયું અને માટે કોઈ બેંક કર્મચારી જવાબદાર નથી. તેમણે કહ્યું કે છેલ્લા બે ત્રણ વર્ષમાં બેંક કર્મચારીઓએ જન ધન, નોટબંધી, મુદ્રા તથા અટલ બેન્શન યોજના સહિત સરકારની પ્રમુખ યોજનાઓને લાગુ કરવા માટે રાત દિવસ કામ કર્યાં. તુલજાપુરકરે કહ્યું કે બધાથી તેમના પર કામનો બોજો ખુબ વધ્યો.

  બેંક કર્મચારીઓની છેલ્લી વેતન સમીક્ષામાં 15 ટકા વધારો કરાયો હતો. વેતન સમીક્ષા 1 નવેમ્બર 2012થી 31 ઓક્ટોબર 2017 માટે હતો. યુએએફબીયુ 9 શ્રમિક સંગઠનોની શાખા છે. તેમાં ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન (એઆઈબીઓસી), ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (એઆઈબીઈએ) તથા નેશનલ ઓર્ગેનાઈઝેશન્સ ઓફ બેંક વર્કર્સ(એનઓબીડબલ્યુ) સામેલ છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એઆઈબીઈએ દ્વારા 11મી મેના રોજ 30 અને 31મી મેના રોજ હડતાળ પર જવાની વાત કરાઈ હતી. બેંક કર્મચારીઓની પ્રસ્તાવિત હડતાળ 30મી મેના રોજ સવારે 6 વાગે શરૂ થશે અને એક જૂનના રોજ સવારે 6 વાગ્યા સુધી રહેશે.

(12:39 am IST)