Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

અમેરિકાની ધરતી ઉપર વતન ભારતનું નામ રોશન કરનાર વૈજ્ઞાનિક શ્રી જ્‍યોર્જ સુદર્શનનું નિધન : ૧૩ મે ૨૦૧૮ ના રોજ ૮૬ વર્ષની જૈફ વયે અંતિમ શ્‍વાસ લીધા

ટેકસાસઃ વિદેશની ધરતી ઉપર વતન ભારતનું નામ રોશન કરનાર વૈજ્ઞાનિક શ્રી  EC  જ્‍યોર્જ સુદર્શનનું ૮૬ વર્ષની જૈફ વયે ૧૩ મે ૨૦૧૮ના રોજ દુઃખદ નિધન થયું છે.

તેમણે યુનિવર્સિટી ઓફ ટેકસાસમાં-૪ દાયકા સુધી પ્રોફેસર તથા સંશોધક તરીકે સેવાઓ આપી હતી. તથા અનેક સુપ્રતિષ્‍ઠિત એવોડૅ મેળવ્‍યા હતાં.

ભારત સરકારે તેમને ૨૦૦૭ ની સાલમાં પદ્‌મ વિભૂષણ એવોડૅથી સન્‍માનિત કર્યા હતાં. ત્‍યાર પહેલા તેમને ૧૯૭૦ ની સાલમાં સી.વી. રામન એવોડૅ તથા ૧૯૭૭ ની સાલમાં બોસ મેડલ એનાયત કરાયા હતાં. કેરળના વતની શ્રી જ્‍યોર્જ મદ્રાસ યુનિવર્સિટીના પોસ્‍ટ ગ્રેજ્‍યુએટ હતા.(૪૬.૩)

(10:52 pm IST)