Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

હવે ઓઇલ કંપનીઓ પર વિંડફોલ ટેક્સ લગાવાશે :કિંમત 70 ડોલર પ્રતિ બેરલ સીમિત રખાશે :વધુ ભાવે વેચવા પર સરકારને આપવો પડશે હિસ્સો

નવી દિલ્હી :હવે ઓઇલ કંપનીઓ પર વિંડફોલ ટેક્સ લગાવાશે વિંડફોલટેક્સ અંતર્ગત ભારતીય ઓઈલ ઉત્પાદક કંપનીઓ માટે ક્રુડ ઓઈલની કિંમત 70 ડોલર પ્રતિ બેરલ સુધી સીમિત કરાશે. ભારતીય ઓઈલ ફિલ્ડથી ઓઈલ કાઢીને તેને આંતરરાષ્ટ્રીય કિંમતો પર વેચનારી ઓઈલ કંપનીઓ જો 70 ડોલર પ્રતિ બેરલના દરથી વધુના ભાવે પેટ્રોલ વેચશે તો તેમણે આવકનો અમુક ભાગ સરકારને આપવો પડશે. તેના દ્વારા મળતી રેવન્યુનો ફાયદો ફ્યુલ રિટેલર્સને આપવામાં આવશે.

(9:59 pm IST)