Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

છેલ્લા ચાર વર્ષમાં આર્થિક મોરચે ઘણી સફળતા મળી

વિદેશી મૂડીરોકાણ ૧૦ વર્ષમાં રેકોર્ડ સપાટી પર : રોજગારીની તકો ઉભી કરવા, મોંઘવારીને કાબૂમાં લેવા, ગરીબોના હિતમાં કામ કરવા હજુ પણ પગલાની જરૂર

નવીદિલ્હી,તા. ૨૪ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સત્તામાં ચાર વર્ષ ૨૬મી મેના દિવસે પુરા કરી રહી છે. આ ગાળા દરમિયાન તેઓએ દેશને સૌથી મોટા ટેક્સ રિફોર્મ સિસ્ટમ આપવામાં સફળતા મેળવી છે. છેલ્લા ચાર વર્ષમાં આર્થિક મોરચા ઉપર મોદી સરકાર કેવી રહી છે તેને લઇને કરવામાં આવેલા સર્વેમાં મોટાભાગના લોકોએ આને સમર્થન આપ્યું છે. જૂના કાયદાઓને નવા સ્વરુપ આપવામાં આવ્યા છે. જુના રોકાઈ ગયેલા પ્રોજેક્ટોને ફરી શરૂ કરવામાં આવ્યા છે. પોતાના પરફોર્મન્સથી વર્લ્ડ બેંકને એમ કહેવાની ફરજ પાડવામાં આવી છે કે, ભારત બિઝનેસની દ્રષ્ટિએ સૌથી ઝડપથી ઉભરી રહેલા ત્રીજા દેશ તરીકે છે. અલબત્ત દેશની અર્થવ્યવસ્થામાં હજુ પણ તમામ બાબતો યોગ્ય દેખાઈ રહી નથી. બ્લુમબર્ગમાં પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલમાં અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ મોદી સરકારને ચાર વર્ષના મૂલ્યાંકનની બાબત રજૂ કરવામાં આવી છે. સરકારી અને પ્રાઈવેટ બેંકોમાં ઠગાઈના મામલા સપાટી ઉપર આવ્યા છે. બેંકોમાં ડુબી ગયેલા દેવાની બાબત પણ સપાટી ઉપર આવી રહી છે. રોકાણકારો મજબૂત ડોલર અને ભારતીય શેર અને બોન્ડને ખતમ કરી રહ્યા છે. શરૂઆતી ત્રણ વર્ષ બાદ એફડીઆઇમાં કોઇ કાસ વધારો થઇ રહ્યો નથી. મોદીની ભારતીય જનતા પાર્ટીએ ૨૦૧૪માં પ્રચંડ બહુમતિ સાથે સરકાર બનાવી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન મોદીએ વધતી જતી કિંમતો ઉપર બ્રેક મુકવા, રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવા, ભ્રષ્ટાચારને ખતમ કરવા, ગરીબોના કલ્યાણને વધુ પ્રાથમિકતા આપવાના વચન આપ્યા હતા. આ તમામ વચનોને પાળવા એક વર્ષનો સમય રહ્યો છે. સામાજિક અને આર્થિક મોરચા પર મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે. આંકડા દર્શાવે છે કે, મોદીના જીડીપી કેલક્યુલેટ કરવાના તરીકા બદલાતા દેશની અર્થવ્યવસ્થામાં તેજી આવી છે. નવેમ્બર ૨૦૧૬માં એકાએક રોકડ પર સકંજો મજબૂત કરવામાં આવ્યો હતો અને એવા લાભને ખતમ કરી દેવામાં આવ્યા હતા. માર્ચમાં પૂર્ણ થયેલા નાણાંકીય વર્ષમાં ૨.૩ અબજ ડોલરની અર્થવ્યવસ્થામાં છેલ્લા ચાર વર્ષની સૌથી ધીમી ગતિનો અંદાજ મુકાયો હતો. મોદી જેમ જેમ પોતાની અવધિની અંતિમ વર્ષની દિશામાં આગળ વધી રહ્યા છે. ચીનની સરખામણીમાં ભારતના ડીજીપીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોના માટે ભારતના વધતા પ્રેમ અને ક્રૂડની કિંમતોમાં વૃદ્ધિના પરિણામ સ્વરુપે વેપાર ખાધમાં વધારો થયો છે. ચીન સાથે ખુબ મજબૂત સંબંધ ન હોવા છતાં ચીન સાથે ભારતની આયાત વધી છે. કરંટ એકાઉન્ટ ડેફિસિટની વાત કરવામાં આવે તો મોદીનીપોલિસીએ ફોરેન ઇન્વેસ્ટમેન્ટને ભારતમાં લાવવામાં મદદ કરી છે. ૧૦ વર્ષમાં પ્રથમ વખત વિદેશી મૂડી રેકોર્ડ સપાટીએ પહોંચી છે. અમેરિકી કંપનીઓને આકર્ષિત કરવા માટે હજુ પણ ઘણાપગલા લેવાની જરૂર દેખાઈ રહી છે.

(7:27 pm IST)