Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

તૂતીકોરિનમાં અસામાજિક તત્વોઅે પોલીસને ગોળીઓ વરસાવવા મજબૂર કર્યાઃ મુખ્‍યમંત્રી પલાનીસ્વામીનું નિવેદન

તૂતીકોરિનઃ તૂતીકોરિનમાં ફાટી નીકળેલ હિંસા અંગે મુખ્‍યમંત્રી પલાનસ્‍વામીઅે અેક નિવેદનમાં જણાવ્યું છે કે, અસામાજિક તત્વોઅે હિંસા ફેલાવતા પોલીસે ફાયરીંગ કરવુ પડ્યું હતું.

તૂતીકોરિનમાં પોલીસ ફાયરિંગમાં મરનારનો આંકડો 13 સુધી પહોંચી ગયો છે. સેલ્વાસ્કર નામના એક વ્યક્તિની સરકારી હોસ્પિટલમાં મોત થઇ છે જ્યારે 70થી વધારે લોકો ઘાયલ થયા છે. તેના કારણે હજારો લોકોની રોજગારી પર પણ સંકટ આવ્યું છે.

મુખ્યમંત્રી પલાનીસ્વામીએ તૂતીકોરીન હિંસા માટે મીડિયાને સંબોધિત કર્યા હતાં. તેમણે પોલીસના એક્શનને યોગ્ય ગણાવતા કહ્યું કે અસામાજિક તત્વોએ પોલીસને ગોળી ચલાવવા માટે મજબૂર કર્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે એમકે સ્ટાલિને તેમને મળવા માટે કોઇ એપોઇમેન્ટ લીધી ન હતી. અને ઓફિસની બહાર ડીએમકે લીડરનો હંગામોએ માત્ર રાજનૈતિક ડ્રામા જ હતો.

તૂતીકોરિન હિંસામાં 13 લોકોના મોત થયા છે. પછી ડીએમકે નેતા એમકે સ્ટાલિન સીએમ ઇ પલાનીસ્વામીને મળવા પહોંચ્યાં હતાં.

સીએમ સાથે અપોઇમેન્ટ ન મળવાથી સ્ટાલિન ડીએમકે કાર્યકર્તાઓની સાથે સીએમ હાઉસની બહાર બેસી ગયા હતાં. સ્ટાલિને બુધવારે સીએમ ઓપીએસ અને ડીજીપી ટીકે રાજેન્દ્રના રાજીનામાની માગ કરી હતી.

તામિલનાડુના તૂતીકોરિનમાં વિરોધ-પ્રદર્શનના કારણે સ્ટરલાઇટ કોપર પ્લાન્ટ બંધ થવાથી 32 હજાર 500 નોકરીઓ પર અસર પડી છે. જેમાં ત્રણ હજાર પાંચસો લોકોની આજીવિકા પર સીધી અસર પડી છે જ્યારે 30થી 40 હજાર નોકરીઓ પર પરોક્ષ અસર પડે છે.

સ્ટારલાઇટ કોપર પ્લાન્ટમાં 2500 કર્મચારી કોન્ટ્રેક્ટ કર્મચારી છે જેને કંપનીએ કોન્ટ્રાક્ટના કાયદા દ્વારા આપી છે. ઓછામાં ઓછા 30 હજાર અપ્રત્યક્ષ કર્મચારી કારખાના બંધ થવાથી બેરોજગાર થઇ ગયા છે. જેમાં સપ્લાયર્સ, લોજીસ્ટિક્સ, ટ્રાન્સપોર્ટ, કોપર વાયર યુનિટ અન્ય ગતિવિધીઓ દ્વારા કારખાનાથી પરોક્ષ રૂપથી જોડાયેલા છે.

બેરોજગાર થઇ ચુકેલા આ લોકોની સામે પ્લાન્ટ બંધ રહેવાથી આજીવિકાનું સંકટ ઉભું થયું છે. તમિલનાડુ પ્રદુષણ નિયંત્રણ બોર્ડે આ પ્લાન્ટનું લાયસન્સ રિન્યુ કરવાની ના પાડી દીધી છે. બોર્ડે એપ્રિલ પછી ત્રણ મુખ્ય કાયદાના ઉલ્લંઘનની વાત કહી છે. બોર્ડે લાગ્યું કે સ્ટરલાઇટે ઘાતુને નદીઓમાં વહાવતા પર્યાવરણ નિયમોનું ઉલ્લઘન કર્યું છે. સાથે જ પ્લાન્ટના નજીકના પાણી અંગે બોર્ડે રિપોર્ટ નથી આપ્યો.

જો કે સ્ટરલાઇટે આ આરોપોને ફગાવી દીધા છે. સ્થાનિક લોકોમાં પ્રદુષિત પાણીના કારણે કેન્સર થવા અંગે કંપનીના સીઇઓ રામનાથે કહ્યું કે આ બધી અફવા છે જેને ફેલાવવામાં આવે છે.

જણાવીએ કે તૂતીકોરિનમાં પોલીસ ફાયરિંગમાં મરનારનો આંકડો 13 સુધી પહોંચી ગયો છે. સેલ્વાસ્કર નામના એક વ્યક્તિની સરકારી હોસ્પિટલમાં મોત થઇ છે જ્યારે 70થી વધારે લોકો ઘાયલ થયા છે.

(7:27 pm IST)