Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

નિપાહ વાયરસથી બચવા કુરાન વાંચવા માટે સલાહ

આધ્યાત્મિક ઉપચાર અસરકારક

         કોઝીકોડ, તા. ૨૪ : સુન્ની નેતા નઝર ફૈજી કુદાથયીએ ઇસ્લામના સમર્થકોને નિપાહ વાયરસથી બચવા માટે આધ્યાત્મિક ઉપચારની મદદ લેવા માટે અપીલ કરી છે. વોટ્સએપ ઉપર એક વોઇસ મેસેજમાં ફૈઝીએ સુચન કર્યું છે કે, આ વાયરસથી બચવા માટે લોકો મનકૂસ મૌલિદની સહાયતા લઇ શકે છે. તેમણે કહ્યું છે કે, પેરાંબરાના નિપાહ પ્રભાવિત ક્ષેત્રના આસપાસના લોકો દ્વારા કુરાનના ૩૬માં ચેપ્ટરમાં આવેલી બાબતને વાંચવામાં આવે તે જરૂરી છે. શેખ અબ્દુલ કાદિર ગિલાનીનું નામ એક હજાર વખત લેવા માટે કહેવામાં આવ્યું છે. તેમનું નામ એક હજાર વખત લેવાથી તેમને બિમારી થશે નહીં. સુન્ની યુવજના સંગમના અધિકારી ફૈઝીએ કહ્યું છે કે, આ સુચન તેમને પણ કોઇ ટોપની હસ્તી દ્વારા કરવામાં આવ્યું છે. મલિયાલી લોકો જ્યારે કોઇ પ્રકારની બિમારીમાં ગ્રસ્ત હોય છે ત્યારે મનકુસ મૌલિદ વાંચે છે જે એક પ્રકારની પ્રાર્થના છે. એમ માનવામાં આવે છે કે, આશરે ૫૦૦ વર્ષ પહેલા શેખ જૈનુદ્દીન દ્વારા પ્રથમ વખત નકુસ મૌલિદનો ઉપયોગ કર્યો હતો.

(7:25 pm IST)