Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

કિશનગંગા ડેમ મામલે પાકિસ્તાનને મોટો ઝટકોઃ વર્લ્ડ બેંકે ભારત વિરૂધ્ધની અરજી ફગાવી

મોદીએ ૧૯ મેના રોજ કિશનગંગા હાઇડ્રોપ્રોજેકટનું ઉદ્ઘાટન કર્યું છે : પાકિસ્તાન શરૂઆતથી વિરોધ કરતુ આવ્યું છે

નવી દિલ્હી તા. ૨૪ : કિશનગંગા ડેમ મામલે પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાને ભારત વિરૂદ્ઘ વર્લ્ડ બેંકમાં અરજી કરી હતી. જોકે આ અરજીને વર્લ્ડ બેંકે ફગાવી છે. પીએમ મોદીએ ૧૯ મેના રોજ કિશનગંગા હાઈડ્રો પ્રોજેકટનું ઉદઘાટન કર્યુ છે. જેનો પાકિસ્તાન શરૂઆતથી વિરોધ કરતું આવ્યુ છે.

૧૦ વર્ષ બાદ પૂર્ણ થઈ રહેલા આ પ્રોજેકટના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશા મતભેદ રહ્યા છે. કિશનગંગા ડેમની પરિયોજનાના ઉદઘાટન બાદ પાકિસ્તાને વિશ્વ બેંકમાં અરજી કરી હતી. આ અરજીમાં પાકિસ્તાને કિશનગંગા પ્રોજેકટ પર નજર રાખવાનું કહ્યુ હતું.

એવામાં કિશાનગંગા પ્રોજેકટ ભારત માટે ફકત એક ડેમ નથી અને તેની સુરક્ષા કરવી ભારત માટે અત્યંત જરૂરી છે પરંતુ તે સરળ નથી. અનેક સુરક્ષા એજન્સીઓએ આ પરિયોજના પર ત્રાસવાદી હુમલાની આશંકા વ્યકત કરી છે. ઘુસપેઠની વારદાતો અને ખુફિયા રીપોર્ટના આધારે ગૃહમંત્રાલયે આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે.

પાકિસ્તાનની માગ હતી કે વિશ્વ બેંક ગેરન્ટેડની ભૂમિકા નિભાવે.  ૩૩૦ મેગાવોટની કિશનગંગા પરિયોજના પાકિસ્તાન નિયંત્રણ રેખાથી ૧૦ કિલોમીટર દુર છે. મહત્વનું છે કે, ૨૦૧૦માં પાકિસ્તાને હેગમાં આવેલી આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કિશનગંગાનો મામલો ઉઠાવ્યો હતો,ઙ્ગ જે બાદ આ પરિયોજના પર રોક લગાવી દેવામાં આવી હતી.

(4:00 pm IST)