Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણી : ભાજપ - શિવસેનાએ જીતી ૨-૨ સીટો

મુંબઇ તા. ૨૪ : મહારાષ્ટ્ર વિધાન પરિષદની છ સીટો પર મંગળવારે થયેલી ચૂંટણીના પરિણામો આવી ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભાજપ અને શિવસેનાએ ૨ ૨ સીટો જીતી છે તો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ખાતામાં ૧ સીટ ગઇ છે. સૂત્રો પ્રમાણે બીડ સ્થાનિક સીટ પર મતગણતરી ચૂંટણી આયોગે રોકી દીધી છે.ઙ્ગ

જણાવી દઇએ કે સ્થાનિક સીટોથી મહારાષ્ટ્ર વિધાન પરિષદની છ સીટો પર મતદાન થયું હતું. રાકાંપના ત્રણ, ભાજપના બે અને કોંગ્રેસના એક એમએલસીના રાજયના ઉચ્ચ સદનમાં કાર્યકાળ સમાપ્ત થઇ ગયા બાદ આ ચૂંટણીની જરૂર પડી હતી. વાસ્તવમાં આ સીટ પર મહિલા અને બાળ કલ્યાણ મંત્રી પંકજા મુંડે અને એમની નજીકના સંબંધી ધનંજય મુંડેની વચ્ચે હરિફાઇ હતી. ધનંજય પરિષદમાં વિપક્ષી નેતા છે. ભાજપ અને શિવસેના ૩ ૩ સીટો પર ચૂંટણી લડી હતી.ઙ્ગ

ઉલ્લેખનીય છે કે વિધાન પરિષદમાં કુલ ૭૮ સીટો છે. એમાં રાકાંપાના ૨૩ સભ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસના ૧૯, ભાજપના ૧૮, શિવસેનાના ૯, પીઆરપી અને લોકભારતીના ૧ ૧ સભ્ય છે. વિધાન પરિષદમાં વિપક્ષનની બહુમત થવાથી સભાપતિ પદ રાકાંપા અને ઉપસભાપકિ પદ કોંગ્રેસની પાસે છે.

(4:20 pm IST)