Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

મોદીએ કોહલીની ચેલેન્જ સ્વીકારી : તો રાહુલે PMને આપી પેટ્રોલના ભાવ ઘટાડવાની ચેલેન્જ

નવી દિલ્હી તા. ૨૪ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર ક્રિકેટર વિરાટ કોહલીનું ફિટનેસ ચેલેન્જ સ્વિકાર કરી લીધી છે. પીએમએ કોહલીને ટ્વિટ કર્યું કે તે તેમનો ફિટનેસ વીડિયો શેર કરે. પીએમના આ ટ્વિટ પર રાજનીતિ ગરમાઇ રહી છે.આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ પર નિશાન સાધતા તેમને પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા કરવાનું જણાવ્યું છે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું, 'પ્રિય વડાપ્રધાન એ જોઇને સારૃં લાગ્યું કે તમને વિરાટ કોહલીની ચેલેન્જ સ્વિકારી. હવે હું પણ તમને એક ચેલેન્જ આપું છું કે તેલની કિંમતો ઓછી કરો નહીં તો કોંગ્રેસ આખા દેશમાં પ્રદર્શન કરશે અને તમને ભાવ ઓછા કરવા માટે મજબૂર કરશે. હું તમારા જવાબની રાહ જોવ છું.'

રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજેવાલા અને આરજેડી નેતા તેજસ્વી યાદવે ટ્વિટર પર પીએમને નોકરી, ભ્રષ્ટાચાર, ખેડૂત મુદ્દે પડકાર લેવાનું કહ્યું છે. કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ એક પછી એક ત્રણ ટ્વિટ કર્યા છે અને પીએમને પાંચ મુદ્દા પર ચેલેન્જ આપી છે.

૧. પેટ્રોલ-ડીઝલની કિંમતો ઘટાડીને સામાન્ય માણસની આર્થિક ફિટનેસ તેમને પાછી આપી દો.

૨.પોતાના વાયદા પ્રમાણે ૨ કરોડ નોકરીઓ આપીને યુવાઓની જોબફિટનેસ તેમને પાછી આપી દો.

૩. ન્યૂનતમ સમર્થન મૂલ્યમાં પાકનો ખર્ચ અને ૫૦ ટકા પ્રોફિટ આપીને ખેડૂતોની ફિટનેસ સુનિશ્યિત કરો.૪.પોતાના વાયદા પ્રમાણે વિદેશથી ૮૦ લાખ કરોડનું કાળુ નાંણુ પાછુ લાવીને દેશની એન્ટિ કરપ્શન ફિટનેસ સુનિશ્ચિત કરો.

૫. પાક સમર્થિત આતંકવાદ અને ડોકલામમાં ચીનના દખલને સમાપ્ત કરી નેશનલ સિકયોરિટી ફિટનેસને સુનિશ્ચિત કરે.

(4:20 pm IST)