Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

પેટ્રોલ - ડિઝલ બાદ વીજળીના ભાવ ઝટકા આપશે

ગરમીમાં વીજળીની માંગ વધી, કોલસાના ભાવ વધ્યા, મોટી ટ્રાન્સમિશન લાઇન તૂટી... ભાવ વધારો અનિવાર્ય

નવી દિલ્હી તા. ૨૪ : સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલની કિંમતની અસર હવે સામાન્ય માણસો પર જોવા મળી શકે છે. પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં થઈ રહેલ વધારા વચ્ચે હવે વિજળીની કિંમત પણ વધરો થઈ શકે છે. ગરમી વધવાના કારણે થર્મલ પાવરની ડિમાન્ડ પહેલાથી જ ઘણી વધી ગઈ છે, અને વિજળી ઉત્પાદન માટે જરૂરી કોલસાની અછત અપર્યાપ્ત સાબિત થઈ રહી છે. જેના કારણે મંગળવારે વિજળીની કિંમત ૨ વર્ષના ઉંચા ભાવે એટલે કે, રૂ. ૬.૨૦ પ્રતિ યૂનિટ પહોંચી ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે, કિંમતોમાં આ વધારાનો બોઝ પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ ટુંક સમયમાં લોકો પર નાખશે.

૨૦૧૬થી અત્યાર સુધીમાં વિજળીની કિંમતમાં રૂ. ૬ પ્રતિ યુનિટથી વધારો થયો છે. પરંતુ ફરી તેમાં ઘટાડો થયો, જેના કારણે લોકોને રાહત મળી હતી. છેલ્લા અઠવાડિયાની શરૂઆતમાં આ કિંમત ૪ રૂપિયા પ્રતિ યૂનિટ આસપાસ હતી. પરંતુ જેવી વિજળી પેદા કરવા માટે કોલસાની માંગ વધી, સામે દેશની સૌથી મોટી પાવર ટ્રેડિંગ ફર્મ ઈન્ડિયન એનર્જી એકસચેન્જમાં ૭ દિવસની અંદર કિંમતોમાં રૂ. ૨ પ્રતિ યૂનિટથી વધારેનો વધારો થયો છે.

આ તરફ સોમવારે કેટલાક રાજયોમાં પ્રતિ યૂનિટ વિજળીની કિંમતોમાં ઘણો વધારો થયો. આ માટેનું એક કારણ દેશના ઉત્ત્।રી રાજયોમાં સામાન્ય કરતા વધારે ડિમાન્ડ વધવાનું છે અને બીજુ પશ્યિમ ભારતથી યૂપી, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અને પંજાબ જેવા રાજયોને જે મહત્વપૂર્ણ ટ્રાન્શમિશન લાઈનથી વિજળીની સપ્લાઈ કરવામાં આવે છે, તે તૂટી જવાનું છે. ટ્રાન્સમિશન લાઈન તૂટી જવાથી સોમવારે ઉત્ત્।રી રાજયોમાં વિજળીની કિંમત લગભગ ૮ રૂપિયા પ્રતિ યૂનિટ પર પહોંચી ગઈ છે, અને આ સમયે ત્યાં ૭.૪૩ પ્રતિ યૂનિટ છે.

સ્પષ્ટ છે કે, જો ડિસ્ટ્રીબ્યૂશન કંપનીઓ વધારે કિંમત પર વિજળી ખરીદશે તો તે રિટેલ અને ઈન્ડસ્ટ્રીયલ કન્ઝયુમરને વધારે ભાવથી જ વિજળી વેચવામાં આવશે. આના કારણે સામાન્ય નાગરીકોને વિજળી માટે વધારે કિંમત ચુકવવી પડશે, આટલું જ નહીં ઉદ્યોગિક કંપનીઓને પણ વિજળી મોંઘી મળતા વસ્તુ-સામાનના ભાવ પણ વધી જશે.(૨૧.૨૯)

(2:49 pm IST)