Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

દાઉદનો સાથીદાર આપી રહ્યો છે BJP વિધાયકોને ધમકી

વોટ્સએપ પર ધમકી આપીને ખંડણી માંગવા મામલે સનસનીખેજ ખુલાસો : નંબર અમેરિકાનો અને આઇપી પાક.નું

લખનઉ તા. ૨૪ : યુપીમાં બીજેપી ધારાસભ્યોને ફોન અને વોટ્સએપ પર ધમકી આપીને ખંડણી માંગવાના મામલે સનસનીખેજ ખુલાસો થયો છે. યુપી પોલીસનું કહેવું છે કે, ખંડણી માગનરો અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનો ખાસ માણસ છે, જે હવે તેનાથી અલગ થઇને પોતાની નવી ગેંગ ચલાવે છે. ધારાસભ્યોએ અલી બુદેશના નામથી ધમકીભર્યા મેસેજ આવી રહ્યાં છે, જે તેમની પાસેથી ૧૦-૧૦ લાખ રૂપિયાની ખંડણીની માગ કરી રહ્યાં છે.

એડીજી લો એન્ડ ઓર્ડર આનંદકુમારે જણાવ્યું કે, 'જે નંબર પરથી ધમકીભર્યા મેસેજ આવી રહ્યાં છે, તે અમેરિકાના ટેકસાસનો છે. આઇડી ટ્રેસ કરતાં ખબર પડી કે તે અંડરવર્લ્ડ દાઉદ ઇબ્રાહિમના એક સાથી બુદેશના નામ પર છે. વળી ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ (આઇપી એડ્રેસ) પાકિસ્તાનનું આવી રહ્યું છે. અલી બુદેશ અત્યારે દાઉદથી અલગ ગેંગ ચલાવી રહ્યો છે'

આનંદકુમારે જણાવ્યું કે, અલી બુદેશ ગલ્ફ દેશોમાં સક્રિય છે, પણ છેલ્લા પાંચ વર્ષોથી ભારતમાં તેની કોઇ ગુનાહિત પ્રવૃતિ નથી થઇ. અલી બુદેશની માં દુબઇ અને પિતા બહેરીનના રહેવાસી છે, તેમનો ત્યાં બિઝનેસ છે. પોલીસને કેટલાક ખાસ સુરાગો મળ્યાં છે, જેના આધારે ઝડપથી તપાસ કરવામાં આવી રહી છે. સાઇબર સેલ આ મામલે તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, યુપીમાં આજકાલ સત્તાધારી પક્ષ બીજેપીના ધારાસભ્યો ડરેલા છે. તેમને ફોન પર જીવથી મારી નાંખવાની ધમકી આપીને ખંડણી માંગવામાં આવી રહી છે. અત્યાર સુધી બીજેપીના લગભગ ૨૫ ધારાસભ્યો પાસથે વોટ્સએપ દ્વારા ખંડણી માંગવામાં આવી છે. કસયાના ધારાસભ્ય રજનીકાંત મણી ત્રિપાઠી અને ડિબાઇથી અનીતા રાજપૂતે આ મામલે કેસ નોંધાવ્યો છે.

બીજેપી ધારાસભ્ય રાજનીકાંત મણી ત્રિપાઠીએ લખનઉના હજરતગંજ કોતવાલીમાં એક કેસ નોંધાવ્યો ચે. આ પહેલા લખનઉ, સીતાપુર, બુદેલશહેર અને શાહજહાપુર સહિત કેટલાય જિલ્લામાં બીજેપી ધારાસભ્યોને આવી ધમકીભર્યા મેસેજ મળ્યા છે. દુબઇના નંબર પરથી મેસેજ મોકલનારો પોતાનું નામ અલી બુદેશ ભાઇ લખ્યું છે. પોલીસે બધા ધારાસભ્યોની સુરક્ષા વધારી દીધી છે.

જે ધારાસભ્યોને ધમકી આપવામાં આવી છે તેમના ના છે, લખનઉથી નીરજ બોરા, ફરીદપુરના ડો.શ્યામ બિહારી લાલ, ગોરખપુરના પૂર્વ મંત્રી રાજેશ ત્રિપાઠી, ગોંડાના મહનૌન બેઠકના વિનય દ્વિવેદી, ગૌરાના પ્રેમનાથ પાન્ડેય, ડિબાઇની ડો. અનિતા લોઘી, મીરાનપુર કટરાના વીર વિક્રમ સિંહ અને મહોલીના શશાંક ત્રિવેદી છે. (૨૧.૨૭)

(2:48 pm IST)