Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

કોંગ્રેસ - JDS સાથે મળીને લોકસભા લડશે : કુમાર

CM બનતા જ કુમારસ્વામીએ કરી જાહેરાત

બેંગલુરૂ તા. ૨૪ : મુખ્યમંત્રી પદના શપથ લેતા જ કુમારસ્વામીએ મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે ૨૦૧૯માં જેડીએસ-કોંગ્રેસ સાથે મળીને આગામી લોકસભા ચૂંટણી લડશે. તો તેમણે એ પણ વિશ્વાસ આપાવ્યો કે કર્ણાટકમાં તેમની સરકાર પાંચ વર્ષો સુધી રહેશે.૫૮ વર્ષીય વોક્કાલિગા નેતાએ કર્ણાટકના ૨૩મા મુખ્યમંત્રીના રૂપમાં બુધવારે શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં ૧૧ દળના નેતાઓએ ભાગ લીધો.

કુમારસ્વામીએ ખેડૂતોનું દેવું માફ કરવાની જાહેરાત કરતા કહ્યુ, 'મારી પાસે પહેલેથી જ એક બ્લુપ્રિન્ટ છે કે ખેડૂતોની લોન માફ કરી શકાય. ચાલો હવે રાજનીતિને એક તરફ રાખીએ અને રાજયના વિકાસ માટે કામ કરીએ.'

લીંગાયત સમુદાયના લોકોને લઘુમતીનો દરજ્જો આપતા કુમાપસ્વામીએ દ્વારા જણાવ્યું હતું કે તેના માટે પ્રમુખ મુદ્દો ન હતો પણ તેઓ સમગ્ર રાજયમાં વિકાસ કરવા માગે છે. તેમણે જણાવ્યું કે, 'અમે તમામ માટે ન્યાય, ભોજન, ઘર અને શાંતિ માંગીએ છીએ અને તે જ સરકારનો મુખ્ય હેતુ છે.'(૨૧.૨૩)

(2:46 pm IST)