Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

દેશમાં ભીષણ ગરમી :રાજસ્થાનના બુંદીમાં સતત બીજા દિવસે 48 ડિગ્રી તાપમાન: દેશનું સૌથી વધુ ગરમ શહેર

પંજાબ, હરિયાણા, ઉતરપ્રદેશ સહિતના રાજ્યોમાં લૂ એલર્ટ

નવી દિલ્હી :હાલ મધ્ય ભારત સહિત મોટા ભાગના રાજ્યોમાં ગરમીનો પારો 44 થી 45 ડીગ્રી જોવા મળ્યો છે. ત્યારે આગામી 5 દિવસોમાં આવી પરિસ્થિતિ યથાવત રહેશે તેવી હવમાન વિભાગે આગાહી આપી છે.દરમિયાન  રાજસ્થાનનું બૂંદી સતત બીજા દિવસે પણ 48 ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ શહેર રહ્યું. જ્યારે પંજાબ, હરિયાણા, ઉતરપ્રદેશ સહિતના રાજ્યોમાં લૂ એલર્ટ જાહેર કરાયુ છે

 

(12:35 pm IST)