Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

પોંડીચેરીમાં કોંગ્રેસ સરકાર પર જોખમ મંડરાયું

૩૦ સભ્‍યો ધરાવતી ધારાસભામાં કોંગ્રેસના ૧પ સભ્‍યો : દ્રમુકના બે સભ્‍યોના સહારે સરકાર ટકી છે : ભાજપ-સાથી પક્ષો પાસે ૧૬ સભ્‍યો : જુલાઇમાં અમિત શાહના પ્રવાસ પૂર્વે નવાજુની : દ્રમુકના બે સભ્‍યો સાથે ‘વાતચીત' શરૂ

નવી દિલ્‍હી, તા. ર૪ : કર્ણાટકમાં ભાજપ મોટો પક્ષ હોવા છતાં કોંગ્રેસ-જેડીએસ સત્તા પર ગોઠવાઇ ગયા. હવે ભાજપ-કોંગ્રેસને કાવા દાવાનો સ્‍વાદ ચખાડવા માંગે છે પોંડીચેરી કોંગ્રેસ સરકાર પર જોખમ મંડરાયું છે.

પોંડીચેરીમાં એક સભ્‍યની પાતળી બહુમતી ધરાવતી કોંગ્રેસ સરકાર પર જોખમ ઉભુ થયું છે. બે વર્ષ જુની કોંગી સરકાર તૂટી પડે તેવા સંજોગો સર્જાઇ રહ્યા છે.

કુલ ૩૦ બેઠકો ધરાવતી ધારાસભામાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ છે. કોંગ્રેસ પાસે ૧પ બેઠકો છે. પ્રમુકના બે ધારાસભ્‍યોના ટેકાથી કોંગ્રેસની સરકાર રચાઇ છે. આ સામે ભાજપ અને તેના સહયોગી પક્ષો પાસે ૧૬ સભ્‍યો છે. મળતી વિગતો પ્રમાણે દ્રમુકના બે સભ્‍યો સાથે ભાજપે ‘‘વાતચીત'' શરૂ કરી દીધી છે.  ‘પંજાબ કેસરી' ના અહેવાલ મુજબ આગામી જુલાઇ મહિનામાં ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ અમિત શાહ પોંડીચેરીના પ્રવાસે આવી રહ્યા છે. આ યાત્રા પૂર્વે સ્‍થાનિક ભાજપ શાહને મોટી ‘ગિફટ' આપવા માંગે છે. જો કે કોંગ્રેસ પણ સતર્ક થઇ ગઇ છે, પરંતુ માત્ર એક સભ્‍યની બહુમતી ધરાવતી સરકાર જાળવી રાખવી અઘરૂ કાર્ય છે.  પોંડીચેરી સરકાર તૂટી પડે તો કોંગ્રેસ માત્ર કર્ણાટક-પંજાબમાં જ સત્તામાં રહેશે.  

(12:22 pm IST)