Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

એવરેસ્ટ ચડવાના આઠમા પ્રયાસ વેળાએ હિમડંખથી જાપાની પર્વતારોહકનું મોત

35 વર્ષીય પર્વતારોહક નોબુકાઝુ કુરિકીએ ટીમ સાથે સંપર્ક ગુમાવ્યા બાદ અલાર્મિંગ લેમ્પ પણ સળગતો ન હતો

એવરેસ્ટ ચડવાનાં પોતાનાં આઠમાં પ્રયાસમાં જાપાનનાં 35 વર્ષીય પર્વતારોહક નોબુકાઝુ કુરિકી હીમ ડંખથી મૃત્યુ પામ્યો હતો. ટીમે સમાચાર માધ્યમોને જણાવ્યું કે  તેણે અમારી ટીમ સાથે સંપર્ક ગુમાવી દીધો હતો. તેનો અલાર્મિંગ લેમ્પ પણ સળગતો ન હતો. ટીમ સવારે તેની શોધમાં નીકળી ત્યારે તેને બોડી મળ્યું હતું. જે અંતર્ગત લો ટેમ્પરેચરથી તેનું મોત થયું હતું.

(11:18 am IST)