Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

હિમાચલ પ્રદેશમાં શાળાના પ્રાંગણમાં ચામાચીડિયા ટપોટપ મરવા લાગતા ફફડાટ :નિપાહ વાયરસનો ભય

બર્માપાપડી સીનિયર સેકેન્ડરી શાળાના પ્રાંગણમાં એક વૃક્ષ પર રહેતા ચામાચાડીયા અચાનક મરવા લાગતા તંત્ર દોડ્યું

નવી દિલ્હી :દેશમાં નિપાહ વાઈરસનો ભય ફેલાયો છે કેરળની ઘટના બાદ લોકો  ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે કેટલાક રાજ્યોમાં એલર્ટ જાહેર કરીને સાવચેતીના પગલાં લેવાઈ રહ્યાં છે તકેરળમાં નિપાહ વાયરસથી અત્યાર સુધી 10થી વધારે લોકોનાં મોત થયા છે તો અનેક લોકો આ વાઈરસથી બિમાર છે, ત્યારે હિમાચલમાં બર્માપાપડી સીનિયર સેકેન્ડરી શાળાના પ્રાંગણમાં એક વૃક્ષ પર રહેતા ચામાચાડીયા અચાનક મરવા લાગતા સ્થાનિક લોકોમાં નિપાહ વાઈરસનો ભય ફેલાયો છે. તેમજ તંત્ર પણ દોડતુ થઈ ગયુ છે

 

(11:00 am IST)