Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ડીઝલના ભાવ વધારાએ હજારો ટ્રાન્સપોર્ટરોની કમ્મર તોડી નાખી

અમદાવાદ તા. ૨૪ : પેટ્રોલ ડીઝલના ભાવ રોજે રોજ વધી રહ્યા છે જેની અસર અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઉપર પડી છે. મોડાસા શહેર ખાતેજ ૫ હજારથી વધુ ટ્રકો આવેલી છે, જેના દ્વારા સમગ્ર દેશમાં માલની હેરાફેરી દિલ્હીથી મુંબઈ સુધી કરવામાં આવી રહી છે. આવી જ સ્થિતિ લગભગ બધે જ છે.

ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા ભાવ વધારાથી આ ઉદ્યોગ ઉપર માઠી અસર પડી છે અને મૃતપ્રાય બન્યો છે. અનેક ટ્રકો ને પૂરતું ભાડું ન મળવાના કારણે ટ્રકો થંભી ગયા છે.જેથી અનેક ડ્રાઈવરોની હાલત કફોડી બની છે. આ સાથે ટ્રક માલિકો માટે પણ ટ્રક ચલાવવી મુશ્કેલ બની છે. ઙ્ગ

ઉલ્લેખનીય છે કે,અરવલ્લી જિલ્લામાં ૫૦૦૦ હજાર ટ્રકો આવેલા છે જેમાં જિલ્લા મથક એવા માત્ર મોડાસા ખાતે જ રોડ ટ્રાન્સપોર્ટ કંપનીની ૧૫૦૦ ટ્રકો ચાલી રહી છે.ત્યારે છેલ્લા અઠવાડિયા દરમિયાન સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને કારણે હાલ આ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મંદી નો સામનો કરી રહ્યો છે.

એક ટ્રક મહિનામાં ૪ થી ૫ ફેરા મુંબઈ થી દિલ્હીનો માલ ભરી વહન કરતો હતો. જે હવે ભાવ વધારા બાદ માંડ માંડ ૧ થી ૨ ફેરા મારે છે. જેના કારણે ટ્રાન્સપોર્ટરો ને પૂરતું ભાડું નહીં મળતા ટ્રાન્સપોર્ટરોની સાથે ટ્રકના ચાલકો માટે પણ જીવન નિર્વાહ કરવો મુશ્કેલ બન્યો છે.અને ડ્રાઈવરની મુશ્કેલીમાં વધારો થયો છે જેથી જીલ્લાના મોટા ભાગના ડ્રાઈવરો ડીઝલના ભાવ વધવાથી બેકાર બન્યા છે.

(10:27 am IST)