Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

પાકિસ્તાનમાં ખાનગીકરણ મુદ્દે ઇમરાનખાનની પાર્ટીના નેતા વિફર્યા :ટીવી શો વેળાએ મંત્રી દાનિયલ અજીજને લાફો માર્યો

 

કરાચી :પાકિસ્તાનના ખાનગીકરણ મુદ્દે મંત્રી દાનિયાલ અજીજને ઇમરાન ખાનના નેતૃત્વવાળી પાકિસ્તાન તહરીક--ઇંસાફ (પીટીઆઈ)ના વરિષ્ઠ નેતાએ લાફો માર્યો હતો.પીટીઆઈના નેતા નઇમુલ હક અને મંત્રી દાનિયાલ અજીજ પાકિસ્તાનના જીઓ ન્યૂઝ ઉપરઆપસ કી બાતકાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા હતા. કાર્યક્રમમાં બંને એક બીજાના પક્ષ ઉપર ભારે હુમલા કરતા હતા. દરમિયાન અજીજને આક્રમક રૂપથી નઇમુલને સંબોધતા કહ્યું હતું કે, શું તમારા જેવા ચોરોથી હું ડરું છું ? અજીજના ચોર કહેવા ઉપર નઇમુલ ઉશ્કેરાઇ ગયો અને તેમને લાફો માર્યો હતો.

36 સેકન્ડની ક્લિપમાં લાફો ખાધા બાદ અજીજ શાંત રહ્યા હતા. નઇમુલને પૂછવામાં આવ્યું કે મને થપ્પડ મારવાની હિંમત કેવી રીતે થઇ અંગે તેમણે જવાબમાં કહ્યું કે તમે મને ચોર કહેવાની હિંમત કેવી રીતે થઈ ,

  ઘટના અંગે પોતાની પ્રતિક્રિયા આપતા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને સત્તારૂઠ પીએમએલ-એનના પ્રમુખ નવાઝ શરીફે કહ્યું હતું. ઘટના પીટીઆઈની સંસ્કૃતિ વ્યક્ત કરે છે. જોકે, આવું પહેલીવાર બન્યું નથી જ્યારે નઇમુલે આવી હરકત કરી હોય. પહેલા 2011માં એક ટીવી શો દરમિયાન તેણે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા જમીલ સૂમરો ઉપર પાણીનો ગ્લાસ ફેંક્યો હતો.

(12:00 am IST)