Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

એરઇન્ડિયા માટે યોગ્ય કિંમત નહિ મળે તો સરકાર વેચાણ મોકૂફ રાખશે

સૌથી ઊંચી બોલી લગાવનાર એનટીટી અંગે ઓગસ્ટ સુધીમાં નિર્ણય કરાશે

 

નવી દિલ્હી: એર ઈન્ડિયા માટે જો વાજબી કિંમત નહીં મળે તો સરકાર તેના વેચાણને મોકૂફ રાખશે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયના સચિવ આર. એન. ચોબેએ પત્રકારોને જણાવ્યું છે કે જો બીડ પ્રાઈસ વાજબી નહીં હોય તો સરકાર નિર્ણય કરશે કે એર ઈન્ડિયાને વેચવું કે નહીં.

   સરકારે કંપનીમાં પોતાની ૭૬ ટકા ભાગીદારી વેચવા માટે ઓફર મંગાવી છે. સરકારે વર્ષના ડિસેમ્બર સુધીમાં એર ઈન્ડિયાને નવા માલિકને હવાલે કરવાનો પ્લાન તૈયાર કર્યો છે. સરકારે કંપની માટે સૌથી ઊંચી બોલી લગાવનાર એનટીટી અંગે નિર્ણય વર્ષના ઓગસ્ટ સુધીમાં કરશે  કંપનીના નવા માલિકે ત્યાં સુધીમાં રેગ્યુલેટરી એપ્રૂવલ લેવી પડશે. સૌથી ઊંચી બીડ આપનારને સ્ટેક સેલ પહેલાં અન્ય બાબતો ઉપરાંત કંપનીની સબસ્ટેન્શિયલ ઓનરિશપ એન્ડ ઈફેક્ટિવ ઓનરિશપ ક્રાઈટેરિયામાંથી પાર ઊતરવું પડશે અને સિક્યોરિટી ક્લિયરન્સ મેળવવી પડશે.

  સરકાર અત્યારે એર ઈન્ડિયા માટે ફ્લોર પ્રાઈસ નક્કી કરવાની પ્રક્રિયામાં કાર્યરત છે અર્થાત્ સરકાર જે ફ્લોર પ્રાઈસ નક્કી થશે તેનાથી ઓછા ભાવે એર ઈન્ડિયામાં પોતાના હિસ્સાનું વેચાણ કરશે નહીં.

(12:00 am IST)