Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

બેંકોમાં ફસાયેલી લોનના નાણાંનો આંકડો આઠ લાખ કરોડે પહોંચ્યો:પીએનબી પ્રથમ- એસબીઆઈ બીજાક્રમે

 

નવી દિલ્હી :દેશની બેન્કોમાં ફસાયેલી લોનના નાણાંનો આંકડો આઠ લાખ કરોડ રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે.નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં પંજાબ નેશનલ બેન્કમાં ૧૨,૧૩૦ કરોડનું નુકસાન થયું હતું. નુકસાનીના લિસ્ટમાં એસબીઆઇ બીજા ક્રમે, કે જેમાં ,૭૧૮ કરોડનું નુકસાન જોવા મળ્યું હતું, જ્યારે ઓરિયન્ટલ બેન્ક ઓફ કોમર્સમાં ,૮૭૧ કરોડનું નુકસાન થયું હતું.માત્ર બે સરકારી બેન્ક વિજયા બેન્ક અને યુનિયન બેન્ક જેઓએ નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં પ્રોફિટ બુકિંગ કર્યું છે. વિજયા બેન્કે ૭૨૭ કરોડ, જ્યારે ઇન્ડિયન બેન્કે ,૨૫૮ કરોડનો પ્રોફિટ કર્યો છે.

   આરબીઆઇએ અત્યાર સુધી ૧૧ જાહેર ક્ષેત્રની બેન્કો વિરુદ્ધ પ્રોપ્ટ કરેક્ટિવ એક્શન-પીસીએ જારી કર્યું છે, જેમાં દેના બેન્ક અને અલ્હાબાદ બેન્કને વોચ લિસ્ટમાં મૂક્યું છે. નોંધનીય છે કે સરકારે અગાઉ પીએસયુ બેન્કોને ૧૧ હજાર કરોડ આપવાની જાહેરાત કરી હતી.

(12:26 am IST)