Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

નિપાહ વાયરસને કારણે હવે રાજસ્થાનમાં એલર્ટ જાહેર

નિપાહ વાયરસને કારણે  રાજસ્થાનમાં પણ અલર્ટ જાહેર કકરાયું છે સરકારે વિશેષ સતર્કતા જાળવવાના નિર્દેશ જાહેર કર્યા છે. સ્વાસ્થ્ય મંત્રી કાલીચરણ સરાફે પોતાના વિભાગના દરેક અધિકારીઓ તેમજ ડોક્ટરને કેરળમાં નિપાહ વાયરસના કારણે થઈ રહેલી મૃત્યુને ધ્યાનમાં રાખીને પ્રદેશમાં નિપાહ વાયરસ ની રોકવા માટે સતર્કતાના જાળવવવાના નિર્દેશ કર્યા છે.

   સરાફે કહ્યુ કે કેરળમાં અનેક પ્રવાસી રાજસ્થાની નિવાસ કરે છે, તેમનું રાજસ્થાનમાં આવન જાવન ચાલુ રહે છે. સાથે જ રાજસ્થાનમાં રહેનાર કેરળવાસીઓનું પણ કેરળમાં આવનજાવન ચાલુ રહે છે.ચામાચીડિયાથી ફેલાયેલા નિપાહ વાયરસના રોગીના સંપર્કમાં આવનાર વ્યક્તિઓ પર આ વાયરસ હુમલો કરી શકે છે. તેમણે અધિકારીઓને આ રોગના વિશે લોકોને વધુમાં વધુ જાણકારી આપવાનું કહ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં આ વાયરસથી કેરળમાં 14 જેટલા લોકોના કરૂણ મોત નિપજ્યા છે અને અનેક લોકો અસરગ્રસ્ત છે. આ જીવલેણ વાયરસના આતંકથી બચવા લોકો મોઢા પર માસ્ક લગાવી રહ્યા છે. આ રોગ સંક્રમીત ચામાચીડિયાએ ખાધેલા ફળો કે ફુલ માનવના સંસર્ગમાં આવતાં ફેલાય છે.તો બીજી તરફ દેશમાં ઘણા સ્થળો પર ચામાચીડિયાને પકડવા માટે પશુપાલન વિભાગ દ્વારા કુવા અને ઝાડ પર જાળ બીછાવવામાં આવી રહી છે.

 

(9:12 am IST)