Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

મેં વડાપ્રધાન અને ગૃહમંત્રીને તે જણાવવાની કોશિશ કરી છે કે, તેઓ ખોટા રસ્તા પર છે

તેઓ ખેડૂતોને દબાવવા, ડરાવવાની કોશિશ ના કરે:મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ માલિકે ખેડૂત આંદોલનને લઈને અપક્ષના ધારાસભ્ય સોમબીર સાંગવાનને લખ્યો જવાબી પત્ર

નવી દિલ્હી : હરિયાણાના અપક્ષના ધારાસભ્ય સોમબીર સાંગવાનને ખેડૂત આંદોલનને લઈને લખેલા એક પત્રમા મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું, “મેં વડાપ્રધાન અને ગૃહમંત્રીને તે જણાવવાની કોશિશ કરી છે કે, તેઓ ખોટા રસ્તા પર છે અને તેઓ ખેડૂતોને દબાવવા, ડરાવવાની કોશિશ ના કરે.”

ધારાસભ્ય સાંગવાને પહેલાથી જ ત્રણ કૃષિ કાયદાઓના મુદ્દા પર આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં ભાજપા-જેજેપી સરકાર પાસેથી પોતાનું સમર્થન પરત લઈ લીધું છે. ધારાસભ્યએ આંદોલનને લઈને રાજ્યપાલ સત્યપાલ મલિકને એક પત્ર લખ્યો હતો. મલિકે તેવું કહીને જવાબી પત્ર લખ્યો છે કે, તેમને પીએમ અને કેન્દ્રીય ગૃહમંત્રીને પણ કહ્યું છે કે, ખેડૂતોને દિલ્હીથી ખાલી હાથે પરત આવવું જોઈએ નહીં.

રાજ્યપાલે લખ્યું, મેં ખેડૂત આંદોલનના મુદ્દા પર વડાપ્રધાન અને ગૃહમંત્રી સાથે મુલાકાત કરી અને ખેડૂતો સાથે ન્યાય કરવા અને તેમની વાસ્તવિક માંગોને સ્વીકાર કરવાની સૂચનો આપ્યા. મેં બેઠકમાં તે પણ સ્પષ્ટ કર્યું છે કે, ખેડૂતોના આંદોલનને દબાવી શકાય નહીં. કેન્દ્રએ તેનો ઉકેલ લાવીને તેમની માંગોને સ્વીકારવી જોઈએ. હું ભવિષ્યમાં પણ આવી કોશિશો ચાલું રાખીશ. તેના માટે જે પણ સંભવ હશે તે કરીશ.

મલિક સાંગવાને આગળ લખ્યું, હું તમને અને તમારી ખાપને વિશ્વાસ અપાવવા માંગુ છુ કે, તમારો સહયોગ ક્યારેય છોડીશ નહીં. હું મેના પહેલા સપ્તાહમાં દિલ્હી જઈ રહ્યો છું અને સંબંધિત બધા નેતાઓને મળીને ખેડૂતોના પક્ષમાં સામાન્ય સહમતિ બનાવવાની કોશિશ કરીશ. જણાવી દઈએ કે, અત્યાર સુધી ખેડૂત આંદોલન દરમિયાન 300 ખેડૂતોના મોત થયા છે પરંતુ એક વખત પણ સરકારે દુ:ખ વ્યક્ત કર્યું નથી

(9:17 pm IST)