Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

કોરોના સંક્રમણ વધતું અટકાવવા સરકારે ટ્વીટર પર એક સ્ટીકર પોસ્ટ કર્યું : વધુમાં વધુ શેર કરવા અપીલ

કોરોનાથી બચવાના યોગ્ય ઉપાયોને અપનાવવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા કેન્દ્રની પહેલ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણ વધતું અટકાવવા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ટ્વીટર પર એક સ્ટીકર પોસ્ટ કર્યું છે. સાથે તમામ વોટ્સએપ યુઝર્સને તે વધુમાં વધુ શેર કરવાની અપીલ પણ કરી છે.

ભારતમાં કોરોનાની બીજી લહેર પીક પર છે. તેથી ઘરમાં રહેવું, ફરજિયાત માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જરુરી થઇ ગયું છે. ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તેની દિશામાં નવા નવા ઉપાયો અજમાવી રહ્યું છે

શનિવારે મંત્રાલયે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વીટર પર એક પોસ્ટ મૂકી છે. જેમાં એક સ્ટિકર મૂકવામાં આવ્યું છે. સાથે સોશિયલ મીડિયા યુઝર્સને આ સ્ટીકર પોતાના મિત્રો અને પરિવાર સાથે વધુને વધુ શેર કરવાની અપીલ કરી છે. તેની પાછળનું કારણ એ છે કે કોરોનાથી બચવાના યોગ્ય ઉપાયોને અપનાવવા માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે.

 

ટ્વીટમાં મંત્રાલયે લખ્યુ છે કે કોવિડને લઇ યોગ્ય વ્યવહાર અપનાવવાથી તમે કોરોનાથી બચી શકો છો. આ ટ્વીટમાં એક સ્ટિકર પેકની લિંક પણ આપવામાં આવી છે. જેનાથી સ્ટિકર પેકને વોટસએપ માટે ડાઉનલોડ પણ કરી શકાય છે.

નોંધીનીય છે કે આ વર્ષના પ્રારંભમાં ફેસબુકની માલિકીવાળી કંપની વોટ્સએપે Covid-19 થીમવાળા સ્ટિકર પેકને લોન્ચ કર્યું હતું. જેનું નામ કંપનીએ ‘Vaccines for All’રાખ્યું છે. તેને iOS અને Android બંને યુઝર્સ ડાઉનલોડ કરી શકે છે.

‘Vaccines for All’સ્ટિકર પેકમાં કુલ 23 સ્ટિકર છે. જેને વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)દ્વ્રારા ડિઝાઇન કરવામાં આવ્યા છે. કંપનીએ આ સ્ટિકર લોંન્ચ કરતા કહ્યું હતું કે અમને આશા છે કે લોકો આ સ્ટિકર  થકી જોડાઇ શકશે.કોવિડ-19 રસી આવવાની ખુશી, ઉત્સાહની સાથે મનમાં ચાલતા વિચારોને અંગત રીતે શેર કરી શકશે.

તાજેતરમાં વોશિંગ્ટન યૂનિવર્સિટીના ઇંસ્ટીટ્યૂટ ફોર હેલ્થ મીટ્રિક્સ એન્ડ ઇવોલ્યૂશન (IHME) દ્વારા આ અધ્યયન કરવામાં આવ્યુ., જેમાં IHMEના જાણકારોએ ભારતમાં કોરોનાના વર્તમાન સંક્રમણ દર અને મોતના ટ્રેડની સ્ટડી કરી છે. રિસર્ચમાં કહેવામાં આવ્યુ છે કે, જો ભારતમાં યૂનિવર્સલ માસ્ક કવરેજ લાગુ થઇ જાય છે તો એપ્રિલથી ઓગસ્ટ વચ્ચે છે

(7:14 pm IST)