Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

ઘરે બેઠા બે મહિનામાં ૧૧ કિલો વજન ઘટાડ્યું : જિમ ગયા વગર

જંક ફૂડ ખાઈને ૨૯ વર્ષના યુવકનું વજન ૮૧ કિલો થઈ ગયું હતું : જો કે, તેણે ૬૦ દિવસમાં ૧૧ કિલો ઘટાડ્યું હતું

ઘરથી દૂર રહેવાના કારણે, ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું તે ૨૯ વર્ષીય સોફટવેર એન્જિનિયર ગૌતમ આનંદ માટે એક ડેઈલી રૂટિન બની ગયું હતું. ડ્રિંક, પિઝઝા અને બર્ગર લગભગ રોજનું ખાવાનું બની ગયું હતું. તે તે વાતની પણ જાણ થઈ ગઈ હતી કે, જંક ફૂડ દ્વારા તે તેની હેલ્થ અને ઈમ્યૂન સિસ્ટમ સાથે સમજૂતી કરી રહ્યો છે. આ વાત તેને ત્યારે મહેસૂસ થઈ જયારે તે લોકડાઉન બાદ પોતાના ઘરે ગયો. તેણે પોતાનો જોયો અને વિચાર્યું કે, તેણે પોતાના શરીરની હાલત શું કરી નાખી છે.

બાદમાં હેલ્થ ચેકઅર કરાવ્યું તો જાણ થઈ કે, આ લાઈફસ્ટાઈલથી ન માત્ર તેનું વજન વધી ગયું પરંતુ તેનું કોલેસ્ટ્રોલ લેવલ પણ સુપર હાઈ થઈ ગયું. થોડું ચાલ્યા બાદ તેને થાક લાગતો હતો. આ દરમિયાન તેણે પોતાને બદલવાનું નક્કી કર્યું અને લાઈફસ્ટાઈલમાં ફેરફાર કર્યો. ગૌતમે પોતાનું વજન ઘટાડવાની જર્ની શરૂ કરી અને માત્ર ૨ મહિનામાં ૧૧ કિલો વજન ઓછું કરવામાં સફળ રહ્યો. હવે તે ઘણા માટે પ્રેરણા બની ગયો છે.

ટર્નિંગ પોઇન્ટ

'હું એકલો રહેતો હતો અને ફૂડ ઓર્ડર કરવાની આદત બની ગઈ હતી. ડ્રિક, કોલા, પિઝઝા અને બર્ગર મુખ્ય ભોજન હતું. મેં બિલકુલ કામ ન કર્યું. જયારે લોકડાઉન દરમિયાન ઘરે આવ્યો ત્યારે મારા પિતાએ કહ્યું, તે તારા શરીરની શું હાલત કરી નાખી છે. ત્યારે મેં રેગ્યુલર ચેકઅપ કરાવ્યું, જેમાં જાણ થઈ કે, મારું કોલેસ્ટ્રોલ લેવલ હાઈ અને વિટામિન ડી ઓછું થઈ ગયું છે. જેનાથી હું પરેશાન થઈ ગયો. દરેક સમયે મને થાક અનુભવાતો હતો. ત્યારે મને થયું કે, મારે ફિટનેસ માટે કંઈક કરવું પડશે'.

ડાયટ પ્લાન

બ્રેકફાસ્ટઃ ઓટ્સ અથવા દલિયા

લંચઃ સલાડ, શાકભાજી અને એક કપ દાળ

ડિનરઃ ૨ રોટલી, ગાજર અને ૧ કપ બાફેલા શાકભાજી

પ્રી-વર્કઆઉટ મીલઃ કોફી

પોસ્ટ-વર્કઆઉટ મીલઃ ૩-૪ બાફેલા ઈંડા

ચીટ મીલઃ હું વર્કઆઉટ સ્કિપ કરતો નથી તેથી હેલ્થ સાથે પણ ચીટ કરતો નથી.

વર્કઆઉટ પ્લાન

'લોકડાઉન દરમિયાન શરુઆતમાં હું ફિઝિકલ એકિટવિટી લેવલ વધારવા પર ફોકસ કર્યું અને આ માટે છત પર ચાલવા જતો હતો. બાદમાં, મેં એક ઈનવેસિવ હોમ વર્કઆઉટને ફોલો કર્યો. જેનાથી મને વજન ઘટાડવામાં મદદ મળી. મને બોડીવેટ એકસર્સાઈઝના ફાયદા વિશે જાણ હતી અને પછી મેં ડંબલ પર હાથ અજમાવ્યો. તેની સાથે મેં વેટ ટ્રેનિંગ શરુ કરી. હવે, હું રોજ બોડીના બે ભાગને ટ્રેન કરું છું. ઘર પર વેટ લિમિટ છે જેના માટે હું વધારે રેપ્સ વર્કઆઉટને વધારવાનો પ્રયાસ કરું છું અને હંમેશા રેપ્સ પર નજર રાખું છું'.

ફિટનેસ સિક્રેટ

'જો તમે એકવાર મગજમાં કંઈક કરવાનું વિચારી લો તો તેને પૂરું કરો. તમે મારી જેમ શરુઆત કરી શકો છો. ટ્રાન્સફોર્મેશન માટે ડમ્બલની ઓક જોડી પૂરતી છે. આ સિવાય પુશઅપ્સ, પુલ-અપ્સ, બોજીવેટ ટ્રેનિંગ કરો. આ સાથે વર્કઆઉટમાં નવી એકસર્સાઈઝ સામેલ કરવાનો પ્રયાસ કરો. હેલ્ધી ફૂડમાં કોઈ નવો આહાર સામેલ કરી શકો છો. એકવાર તમે શરીરમાં ફેરફાર જોશો તો પછી પોતાને ફિટનેસ મેન્ટેન કરવાથી રોકી શકશો નહીં'.

ઓવરવેટનો અઘરો ભાગ

'જ્યારે તમે અરીસામાં પોતાને જુઓ ત્યારે મહેસૂસ થાય છે કે તમે કેટલા ઓવરવેટ છો. સૌથી ખરાબ ત્યારે લાગે છે કે, આ માટે તમે પોતે જવાબદાર છો. ઓવરવેટના કારણે ઉંમર કરતાં વહેલા ઘરડા લાગો છે. આ સિવાય શરીરમાં નબળાઈ આવી જાય છે. હવે મેં બહારથી ઓર્ડર કરવાના બદલે ઘરનું હેલ્ધી ખાવાનું શરુ કર્યું છે'

વેટ લોસ બાદ શું શીખવા મળ્યું

એક લક્ષ્ય નક્કી કરો અને તેના પર અડગ રહો. સમય લાગશે પરંતુ તમે સફળ જરૂરથી થશો.

(4:00 pm IST)