Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

કોરોનાને હરાવનારા ખોરાક પર ધ્યાન આપો : કોરોનાની અસરમાંથી જલ્દી બહાર આવી શકશો

નવી દિલ્હી,તા. ૨૪ : કોરોનામાંથી સાજા થઇ ચૂકેલા દર્દીઓને પોતાની ખાણીપીણી પર ધ્યાન આપે તો કોરોનાની આડ અસરમાંથી ઝડપથી બહાર આવી શકે છે. એ સામે આવ્યુ છે કે કોરોના ફેફસા, યકૃત અને શરીરના અન્ય રોગો પર છથી આઠ મહિના સુધી અસર કરે છે. સારો ખોરાક જ તેનાથી બચાવી શકે છે.

ન્યુટ્રીશનીસ્ટ શ્વેતા ભાટીયા અનુસાર, ડાયેગ ચાર્ટ નકકી કરતા પહેલા હાઇ બ્લડ પ્રેશર, ડાયાબીટીસ, કિડની, પાચન, શ્વાસ અને હૃદયની તકલીફોનું ધ્યાન રાખવું જરૂરી છે. ભોજનમાં મુખ્યત્વે કેલરી, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટસ, ચરબી, વિટામીન/ ખનીજ, ઇમ્યુનોન્યુટ્રીયંટ, પ્રોબાયોટીકસનો સમાવેશ થવો જોઇએ. પ્રવાહી પ્રદાર્થ અને મીઠું પણ ફાયદાકારક છે પણ તે કેટલા પ્રમાણમાં અને કેવી રીતે લેવુ તે સૌથી મહત્વનુ છે.

અંતમાં જણાવ્યુ કે ભોજનમાં પ્રોટીનને સૌથી વધારે પ્રાથમિકતા આપવી જોઇએ. પ્રોટીન સ્નાયુઓના નુકસાનને રોકવાની સાથે શ્વસનના સ્નાયુઓની તાકાત વધારે છે.  બાફેલા ઇંડા, દુધ, તાજુ દહી અને પનીર પણ લઇ શકાય છે. પ્રોટીનને ભોજનમાં સામેલ કરતા પહેલા પોતાની પાચન ક્ષમતાનું ધ્યાન રાખવું જરૂરી છે. રોગીની પોષણ  સ્થિતીના આધારે તેને કેલેરીયુકત ભોજન આપવું જોઇએ. જાડા લોકોમાં અન્ય આરોગ્ય વિષયક તકલીફો હોવાનું જોખમ હોય છે. એટલે તેમના કેલેરી પ્રતિબંધ જરૂરી છે. ભોજનમાં કાર્બોહાઇડ્રેટસનું પ્રમાણ રોજના ૧૦૦-૧૫૦ ગ્રામથી વધારે ન હોવું જોઇએ.

(3:41 pm IST)