Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

ગાજિયાબાદમાં ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભાએ કોરોનાના દર્દી માટે ઓક્સિજન લંગર ચલાવ્યું

રસ્તા પર ગાડીઓમાં મોબાઈલ ઓક્સિજનની સુવિધા : 25 સિલેન્ડરમાંથી 1000 લોકોની જિંદગી બચાવશે

ઉત્તર પ્રદેશન ગાજિયાબાદ જિલ્લાના ઈન્દિરાપુરમમાં ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભા કોરોનાના દર્દી માટે ઓક્સિજન લંગર ચલાવી રહ્યા છે. ગુરુદ્વારાના વ્યવસ્થાપક ગુરુપ્રીત સિંહ રમ્મીએ જણાવ્યુ કે અમે રસ્તા પર ગાડીઓમાં મોબાઈલ ઓક્સિજનની સુવિધા આપી રહ્યા છીએ. ગુરુદ્વારાના વ્યવસ્થાપકે કહ્યું કે મારી ગાજિયાબાદની ડીએમ અને વી.કે. સિહને અપીલ છે કે તમે અમને બેકઅપ માટે 20-25 ઓક્સિજન સિલેન્ડર ઉપલબ્ધ કરાવો, 25 સિલેન્ડરમાંથી અમે 1000 લોકોની જિંદગી બચાવશુ.

  અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીના જયપુર ગોલ્ડન હોસ્પિટલના MD ડૉક્ટર ડીકે બલૂજાએ દાવો કર્યો કે કાલે સાંજે ઑક્સિજનની જરૂરીરિયાતમાં કમીના કારણે અંદાજિત 20 ખુબ જ ગંભીર દર્દીઓના મોત થઇ ગયા છે. દિલ્હીની વધુ એક હોસ્પિટલ સરોજ હોસ્પિટલમાં પણ ઑક્સિજનની ભારે અછત થઇ ગઇ છે. હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું છે કે, ઑક્સિજનની અછતના કારણે નવા દર્દીઓને દાખલ નથી કરી રહ્યા અને અમે દર્દીઓને ડિસ્ચાર્જ કરી રહ્યા છીએ.

(1:16 pm IST)