Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

બેદરકારી : ઓકિસજનની તંગીની અપાઈ હતી ચેતવણી પણ મોદીના માનીતા અધિકારીએ કંઇ ના કર્યુ

સેન્ટર ફોર પ્લાનિંગ દ્વારા બનાવાયેલા ગ્રુપ્સ પૈકીના છ નંબરના ગ્રુપે મોદી સરકારને ૨૦૨૦ના એપ્રિલમાં જ ચેતવણી આપી દીધી હતી કે, દેશમાં ઓકિસજનના સપ્લાયમાં સમસ્યા સર્જાઈ શકે છે તેથી અત્યારથી તૈયારી કરી રાખવી

નવી દિલ્હી, તા.૨૪: મોદી સરકારે ઓકિસજનની તંગી અંગેની એમ્પાવર્ડ ગ્રુપની ચેતવણીને જ અવગણી નહોતી એવો ધડાકો થયો છે. મોદી સરકાર આ બેદરકારીનો કેવી રીતે બચાવ કરવો તેની ચિંતામાં પડી છે. મોદી સરકારે ગયા વર્ષે લોકડાઉન લાદ્યું પછી કોરોનાની સ્થિતીને પહોંચી વળવા ૧૧ એમ્પાવર્ડ ગ્રુપ બનાવ્યાં હતાં. સેન્ટર ફોર પ્લાનિંગ દ્વારા બનાવાયેલાં ગ્રુપ્સ પૈકીના છ નંબરના ગ્રુપે મોદી સરકારને ૨૦૨૦ના એપ્રિલમાં જ ચેતવણી આપી દીધી હતી કે, દેશમાં ઓકિસજનના સપ્લાયમાં સમસ્યા સર્જાઈ શકે છે તેથી અત્યારથી તૈયારી કરી રાખવી.

આ ચેતવણીના પગલે નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતના પ્રમુખપદે મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, સીઆઈઆઈ અને ઈન્ડિયન ગેસ એસોસિએશન સાથે મળીને ઓકિસજનનો સપ્લાય મળતો રહે એવી વ્યવસ્થા ગોઠવાશે. આ માટેની જવાબદારી ડીપીઆઈઆઈટીને સોંપાઈ હતી.

મોદીના માનીતા આઈએએસ અધિકારી ગુરૂપ્રસાદ મહાપાત્રના પ્રમુખપદે નવ સભ્યોની સમિતી પણ બનાવાઈ

મોદીના માનીતા આઈએએસ અધિકારી ગુરૂપ્રસાદ મહાપાત્રના પ્રમુખપદે નવ સભ્યોની સમિતી પણ બનાવાઈ હતી. મહાપાત્રા ડીપીઆઈઆઈટીના ચેરમેન હતા.

આ સમિતીએ કશું ના કરતાં સંસદની આરોગ્ય અંગેની સ્ટેન્ડિંગ કમિટીએ પણ જવાબ માંગ્યો હતો પણ કોઈ જવાબ નહોતો અપાયો.

(12:44 pm IST)