Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

ખંભાળિયાના વતનીનો વતન પ્રેમ

ખંભાળિયા સ્મશાન માટે ત્રણ ટ્રક તથા ભાટીયા સ્મશાન માટે એક ટ્રક લાકડા મોકલતા પરિમલભાઇ નથવાણી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.ર૪ : હિન્દુ સ્મશાનમાં એક સાથે મૃતદેહો અંતિમવિધી માટે આવતા સ્મશાનમાં લાકડાની કટોકટી સર્જાય તેવી સ્થિતિ થતા આ અંગે જાણ થતા રીલાયન્સના ધનરાજભાઇ નથવાણી તથા ભવિકભાઇ બચ્છા દ્વારા પાંચ ટ્રેકટર ટ્રક લાકડાનો જથ્થો ખંભાળિયા સ્મશાનને પુરો પાડવામાં આવ્યો હતો.

આ પછી ખંભાળિયાના અગ્રણીએ લોહાણા મહાજનના ટ્રસ્ટી તુલસીભાઇ ભાયાણી, જગુભાઇ રાયચુરા, (ઉપપ્રમુખ પાલીકા) સદસ્ય હિતેનભાઇ ગોકાણી તથા અગ્રણી હિતેન્દ્રભાઇ આચાર્યની રજુઆત ધ્યાન લઇને પરિમલભાઇ નથવાણી દ્વારા ત્રણ ટ્રક ખંભાળિયા સ્મશાન માટે તથા એક ટ્રક ભાટીયા સ્મશાન માટે  મોકલીને ચારેક હજાર મણ લાકડા મોકલવા વ્યવસ્થા કરવામાં આવી હતી.

ખંભાળીયા શહેરમાં કોરોનાની શરૂઆતના તબકકે ભોજન કીટ માટે પણ અગાઉ પરિમલભાઇ મદદરૂપ થયા હતા તથા અગાઉ ગંભીર પણ પ્રશ્ને પણ મદદરૂપ થયા હતા.

(12:43 pm IST)