Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

ચેતજો... ૧૧ થી ૧૫ મે વચ્ચે કોરોનાનો રાફડો ફાટશે

સંક્રમિતોની સંખ્યા ૩૩ થી ૩૫ લાખ સુધી પહોંચશે

નવી દિલ્હી તા. ૨૪ : આઇઆઇટીના વૈજ્ઞાનિકોએ તેમના મોડલના આધારે અંદાજ લગાવ્યો છે કે ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર ૧૧થી ૧૫ મે વચ્ચે ચરમ પર હશે અને તે સમયે દેશમાં દર્દીની સંખ્યા ૩૩ થી ૩૫ લાખ સુધી પહોંચશે અને ત્યારબાદ મેના અંત સુધીમાં કેસમાં ઘટાડો નોંધાશે.

આઇઆઇટી કાનપુર અને હૈદરાબાદના વૈજ્ઞાનિકોએ એપ્લાઇડ દશ સસેકિટબલ, અનડિટેકડ, ટેસ્ટડ એન્ડ રીમૂવ એપ્રોચ મોડલના આધારે અંદાજ લગાવામાં આવ્યો છે. કેસમાં ઘટાડો થવા પહેલા મેના મધ્યમાં દર્દીઓની સંખ્યા ૧૦ લાખ સુધી પહોંચી શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને તેલંગાણા નવા કેસના સંદર્ભમાં ૨૫ થી ૩૦ એપ્રિલ વચ્ચે નવી ઉંચાઇ સુધી આંબશે. જ્યારે મહારાષ્ટ્ર અને છત્તીસગઢ સંભવતઃ અગાઉથી જ નવા કેસના સંદર્ભમાં ચરમ પર પહોંચી ગયા છે.

નવા મોડલમાં આ તથ્યને પણ ધ્યાનમાં લેવામાં આવ્યુ઼ છે કે લક્ષણ વગરના દર્દીઓના એક ભાગની જાણકારી સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોની તપાસ અથવા અન્ય નિયમો દ્વારા લગાવામાં આવે છે. આ મહિનાની શરૂઆતમાં ગણિતીય મોડલના માધ્યમથી અંદાજ લગાવામાં આવ્યો હતો કે દેશમાં ૧૫ એપ્રિલ સુધી સંક્રમણનો દર તેમના ચરમ પર પહોંચશે પરંતુ તે સત્ય સાબિત થયું નહોતું.

(10:59 am IST)