Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

કુલ કેસ ૧,૬૬,૧૦,૪૮૧: કુલ મોત ૧,૮૯,૫૪૪

કયારે શાંત પડશે કોરોના? ૨૪ કલાકમાં ૩,૪૬,૭૮૬ નવા કેસઃ ૨૬૨૪ના મોતઃ એકટીવ કેસ ૨૫ લાખ ઉપર

નવી દિલ્હી, તા.૨૪: ભારતમાં કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિ ચિંતાનો વિષય બનતી જાય છે. દેશમાં નવા સંક્રમિત લોકોની સંખ્યા અને મોતનો આંકડો દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. દેશમાં સતત ત્રીજા દિવસે ત્રણ લાખથી વધુ દર્દી મળ્યા છે.

ભારતમાં ૩૪૬૭૮૬ નવા કોરોના સંક્રમિત મળ્યા હત. આ દરમિયાન દેશમાં સંક્રમણના લીધે ૨૬૨૪ કોરોના દર્દીઓના મોત થયા છે. સતત એક અઠવાડિયાથી દરરોજ મૃતકોનો આંકડો પણ ચિંતા વધારી રહ્યો છે.

દેશમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૬૬,૧૦,૪૮૧પાર થઇ ગઇ છે. તો બીજી તરફ દેશમાં એકિટવ કેસની વાત કરીએ તો આ આંકડો લગભગ ૨૫ લાખ પહોંચી ગયો છે. દેશમાં કોરોના સંક્રમણના લીધે થનાર મોતની વાત કરીએ તો આ આંકડો ૧૮૯૫૪૯ પહોંચી ગયો છે.

કોરોના સંક્રમિત લોકોના સાજા થવાનો દર ઘટીને ૮૩.૫ ટકા રહી ગયો છે. આંકડા અનુસાર આ બિમારીથી સ્વસ્થ થનાર લોકોની સંખ્યા વધીને ૧,૩૮,૬૨,૧૧૯ થઇ ગઇ છે. કોરોનાથી રાષ્ટ્રીય સ્તર પર મૃત્યું દર દ્યટીને ૧.૧ ટકા રહી ગયો છે.

નવા આંકડા અનુસાર દેશમાં કોરોનાના ૬૦ ટકથી વધુ નવા સંક્રમિત કેસ ફકત સાત રાજયોમાંથી સામે આવ્યા છે. તેમાં મહારાષ્ટ્ર સતત ટોપ પર છે. ત્યારબાદ બીજા નંબર પર યૂપી છે. તો દિલ્હી ત્રીજા નંબર પર છે ત્યારબાદ કર્ણાટક, કેરલ, રાજસ્થાન અને છત્તીસગઢ એટલે કે આ ૭ રાજયોમાં કુલ સંક્રમિતોના ૬૦. ૨૪ ટકા કેસ છે.

(10:58 am IST)