Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

૨૯ વર્ષીય બહેને પોતાના નાના ભાઇના બાળકને આપ્યો જન્મ : નવજાતને કચરામાં ફેંકયું

લોકડાઉન દરમિયાન સતત સાથેને સાથે રહેતા મોટી બહેન અને ભાઈ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેના પરિણામ સ્વરૂપે બહેન ગર્ભવતી બની હતી

ડિંડિગુલ,તા.૨૪ : અત્યારે કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે ત્યારે સમગ્ર દેશમાં મોટાભાગના રાજયોમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે. પરંતુ કોરોના વાયરસની પહેલી લહેરમાં સમગ્ર દેશમાં મહિનાઓ સુધી લોકડાઉન આપવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન તમિલનાડુના એક પરિવાર સાથે દુઃખદ ખટના બની હતી.

લોકડાઉન અને ઓનલાઈન કલાસના કારણે ૨૯ વર્ષીય શિક્ષિકા બહેન અને તેનો નાનોભાઈ ઘરમાં એકલા જ રહેતા હતા. આ બંને વચ્ચે પ્રણય બંધાતા મોટી બહેન ગર્ભવતી થઈ હતી અને ગર્ભપાતની મંજૂરી ન મળતા બહેને નાનાભાઈના જ બાળકને જન્મ આપ્યો હતો. બીજી તરફ આ ઘટનાથી પરિવાર સામે બદનામીના ડર સાથે આભ તૂટી પડ્યું હતું. જોકે, પરિવારે બાળકને કચરા પેટીમાં ફેંકી દીધું હતું.

મળતી માહિતી પ્રમાણે તામિલનાડુના ડિંડિગુલ જિલ્લાના પાલાણી નજીક અરુકુડીનો રહેવાસી મણીયાની એક ૨૯ વર્ષીય પુત્રી છે. તે ખાનગી શિક્ષક તરીકે કામ કરે છે. કોરોના વાયરસના કારણે તે ઘરે જ રહેતી હતી. પરિવારમાં તેનો નાનો ભાઈ પણ છે. જે બહેન સાથે ઘરે જ રહેતો હતો.

ઘરમાં સાથે જ રહેતા અને દરેક પ્રવૃત્ત્િ।ઓમાં સાથે કામ કરતા હતા. સતત સાથેને સાથે રહેતા મોટી બહેન અને ભાઈ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. અને માતા-પિતાની બેકાળજીના કારણે બંને ઉપર પુરતું ધ્યાન આપી શકાતું ન હતું.

બંને એકબીજાના પ્રેમમાં ગળાડુબ બનતા એકતામાં બંને વચ્ચે શરીર સંબંધો બંધાયા હતા. માતા-પિતાની જાણ બજાર પોતાની મોટી દીકરી નાના પુત્રથી ગર્ભવતી બની હતી. આ વાતની જાણ પરિવારને થતાં પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું.

જયારે પરિવારને જાણ થઈ ત્યારે મોડું થયું હતું. અને દીકરીના ગર્ભપાતની મંજૂરી પણ ન મળતાં આખરે દીકરીની પ્રસૂતિ કરાવવી પડી હતી.

પ્રસૂતી બાદ બાળકને કચરા પેટીમાં ફેંકવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે યુવતીની માતા, બહેન અને ભાઈની ધરપકડ કરી હતી. આ ઉપરાંત બોયફ્રેન્ડ આદીશની પણ ધરપકડ કરી હતી.

(10:13 am IST)