Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

કોરોના સંક્રમિત ગર્ભવતી મહિલા માટે નવું જોખમ સામે આવ્યું

કોરોના વાયરસના નવા વેરિઅન્ટથી બાળકને થઇ શકે છે વિવિધ પ્રોબ્લેમ

લંડન,તા. ૨૪: બ્રિટિશ સાયન્ટીસ્ટ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે, અગાઉ ગર્ભવતી મહિલાઓ કોવિડ-૧૯ થી સંક્રમિત છે અને તેમના નવજાત બાળકોને ના શારીરિક વિકાસ પર જોખમ વધુ છે.એક અભ્યાસ મુજબ, આવા નવજાત શિશુમાં નવા કોરોનાવાયરસનો ચેપ અતિ ગંભીર છે. સગર્ભા સ્ત્રીઓમાં ડિલિવરી ટાઈમિંગમાં ફેરફાર, ફેફસાની બીમારી, હાઈ બ્લડ પ્રેશર જેવા જોખમો વધી શકે છે. આ મહિલાઓની વધુ સંભાળ રાખવી જોઈએ.

ઓકસફર્ડ યુનિવર્સિટીના ટ્રાયલના દરમિયાન સામે આવ્યું છે કે, 'સગર્ભાવસ્થા દરમિયાન કોરોના ધરાવતી મહિલાઓની ગર્ભાવસ્થા દરમિયાન ઘણાં  પ્રોબ્લેમ અનુભવી શકે છે. કોરોનાનું નવું વેરિઅન્ટ વધુ ખતરનાક છે અને બાળક માટે જોખમ પેદા કરી શકે છે.'

આ અભ્યાસ ૧૮ દેશોમાં ૨,૧૦૦ થી વધુ સગર્ભા સ્ત્રીઓમાં કરવામાં આવ્યો હતો, જયાં કોરોના અસરગ્રસ્ત દરેક મહિલાની તુલના બે બિન-ચેપગ્રસ્ત મહિલાઓ સાથે કરવામાં આવી હતી, જે એક જ હોસ્પિટલમાં એક જ સમયે બાળકને જન્મ આપતા હતા. રિસર્ચ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે, સ્તનપાન કરતા બાળકોને તેમની માતા પાસેથી કોરોના થવાનું જોખમ નથી.

(10:12 am IST)