Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

સરકારની ભૂલને કારણે કોરોનાએ હાહાકાર મચાવ્યો : ગ્લોબલ ટાઇમ્સે પીએમ મોદીને ગણાવ્યા જવાબદાર

વિશ્વભરના અખબારોમાં તીખી આલોચના : કુંભ જેવા મેળાનું આયોજન અને બંગાળ ચૂંટણીમાં મોદી વિશાળકાય રેલીઓનો ઉલ્લેખ

નવી દિલ્હી : વડાપ્રધાન મોદી પોતાની ઈમેજને લઈને ખુબ જ સતર્ક રહે છે, પરંતુ કોરોના વાયરસની બીજી લહેરે તેમની છબિને અર્શથી ફર્શ સુધી લાવી દીધી છે. ફોરેન પ્રેસે તેમને એવા નાયકની સંજ્ઞા આપી છે જે પોતાની ખોટી નીતિઓના કારણે ખલનાયકમાં પરિવર્તિત થઈ ચૂક્યા છે. દુનિયાના લીડિંગ સમાચારોનું કહેવું છે કે, મોદીએ લોકોને વિશ્વાસ અપાવ્યો હતો કે કોરોનાને તેઓ હરાવી ચૂક્યા છે, પરંતુ તેઓ ખોટા હતા.

ફોરેન પ્રેસ અનુસાર કોરોનાની પ્રથમ લહેરમાં સૌથી મોટુ નેશનલ વાઈડ લોકડાઉન લગાવીને મોદીએ વાયરસને રોકવાની કોશિશ કરી હતી. જોકે, બીજી લહેરે તેમને ક્યાંય ના છોડ્યા નહીં. સ્થિતિ એવી છે કે, હોસ્પિટલોમાં ઓક્સિજન નથી તો દર્દીઓની લાશો મૃર્દાઘરોમાં જ્યાં-ત્યાં પડી છે. ધ ગાર્ડિયને પોતાની મેન સ્ટોરીમાં જે ફોટો લગાવ્યો છે તેમાં તેને સ્મશાનમાં સળગી રહેલી ચિંતા અને તેમાંથી ઉઠતી જ્વાળાઓને દર્શાવી છે. તેનું હેડિંગ છે-“The system has collapsed: India’s descent into Covid hell

The Times, Londonને પણ મોદી પર જોરદાર હુમલો કર્યોછે. સમાચાર પત્રની હેડલાઈન છે- બીજી સુનામીમાં ફસાયા મોદી. સમાચારે ભારત સરકાર પર આક્ષેપ કરતાં લખ્યું- પ્રતિદિવસ ત્રણ લાખથી વધારે કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. સરકારે સ્થિતિની ગંભીરતાને નજર અંદાજ કરી. જેના કારણે મોટી સમસ્યા ઉભી થઈ. આ ખરેખર ખુબ જ ગંભીર સ્થિતિ છે.

ગ્લોબલ પ્રેશના નિશાને પર આનાથી પહેલા બ્રાઝીલ હતો, પરંતુ હવે પત્રકારોની કલમ મોદી સરકારની ખરાબ નીતિઓને ઉઘાડી પાડી રહી છે. સમાચારોનું કહેવું છે કે, સરકારની બેદરકારીના કારણે આ સંકેટ જન્મ્યુ છે. હિન્દૂ નારાજ ના થાય તે માટે કુંભ જેવા મેળાનું આયોજન કરવામાં આવ્યું તો બંગાળ ચૂંટણીમાં મોદી વિશાળકાય રેલીઓ કરતા રહ્યાં. જેનાથી સ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ થઈ ગઈ. સમાચાર પત્રોએ પોતાના પેજ પર કુંભ મેળા સાથે જોડાયેલા ફોટા પણ પ્રકાશિત કર્યા છે, જેમાં લોકો માસ્ક વગર ફરી રહ્યાં છે.

The Times લખે છે- બીજી લહેરની સ્પીડે સરકારને બોગા હોવાનું સાબિત કરી દીધું છે. 2020ની ભૂલોથી કોઈ શિખામણ લીધી નહીં અને નવી ભૂલોનો પહાડ ઉભો કરી દીધો. આજે ભારતના લોકો ખુબ જ ગંભીર સંકટનો સામનો કરી રહ્યાં છે. દેશ ઉંધા માથે પટકાયું છે. સમાચારોએ બંગાળની રેલીને લઈને મોદી પર નિશાન સાંધ્યો. રેલીઓમાં માસ્ક વગરના લોકો હતા, પરંતુ પીએમ મોદી કહી રહ્યાં હતા- મેં મારા જીવનમાં આટલી ભીડ જોઈ નથી, જ્યાં સુધી મારી નજર જાય છે, ત્યાં સુધી લોકો છે.

The Financial Times ક્યારેય તીખા તેવર અપનાવતો નથી, પરંતુ તેને પણ મોદી સરકારની ટીકા કરવામાં કોઈ કસર છોડી નહતી. The Washingtonને પોતાની સ્ટોરીમાં યૂપીના કબ્રસ્તાનો અને હવાઈ ચિત્રો બતાવ્યા હતા. સમાચાર પત્ર લખે ચે કે, આ લહેર નહીં પરંતુ એક દિવાર છે. 24-7 લાશોનું અંતિમ સંસ્કાર થઈ રહ્યું છે પરંતુ તે છતાં પણ સ્મશાનોમાં જગ્યા બચી નથી. સ્ટોરીમાં સરકાર પર આક્ષેપ કરતાં લખ્યું છે કે, સરકારે વેક્સિનેશન ખુબ જ ધીમે કર્યું અને પ્રતિબંધ બધી જ રીતે હટાવી લીધી. આનાથી સ્થિતિ વધારે બગડી ગઈ.

The Wall Street Journal લખે છે કે, ભારતનો ખતરનાક વાયરસ બોર્ડર પાર કરીને તબાહી મચાવી શકે છે. આનો રિપોર્ટ કહે છે કે, સરકારની નિષ્ફળતાના કારણે સ્થિતિ બગડી છે. દિલ્હીએ પોતાની પીઠ થાબડીને વાયરસને માત આપવાની વાત કહી. તે એકદમ ખોટું વલણ હતું. The New York Timesએ પણ મોદીને ખલનાયક ગણાવ્યા. નાસિકની ઘટનાનો ઉલ્લેખ કરતાં સમાચાર પત્રએ લખ્યું- મીડિયાએ પ્રથમ વખત લહેરમાં મોદીના મહિમામંડન કર્યા. હવે વૈશ્વિક સ્તર પર બની ચૂકેલી ધારણાને ખોટી સાબિત કરવા માટે પીઆર એજન્સીઓએ ખુબ જ મહેનત કરવી પડશે.

(12:00 am IST)