Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

કોરોના મિટિંગના લાઈવ પ્રસારણ પર પીએમ મોદી થયા કેજરીવાલથી નારાજ : કહ્યું મહત્વપૂર્ણ પ્રોટોકોલ તોડ્યો

કેજરીવાલે કહ્યું ઠીક હૈ સર આ અંગે ધ્યાન રાખીશું આગળ. જો સર મારા તરફથી કોઇ ભૂલ થઇ ગઇ છે, મેં કંઇ કઠોર કહી દીધું, અથવા મારા આચરણમાં કોઇ ભૂલ છે, તો તેના માટે માફી માંગુ છું.

નવી દિલ્હી :કોરોના મહામારી પર 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર નારાજ થયા હતા. વીડિયો કોન્ફ્રેસિંગ દ્રારા થઇ રહેલી બેઠક વચ્ચે પીએમ મોદીએ નામ લીધા કહ્યું કે એક મુખ્યમંત્રીએ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોટોકોલ તોડ્યો છે. આવી અંગત વાતચીતનો ક્યારેય પ્રચાર-પ્રસાર ન કરવામાં આવતો નથી. 

પીએમ મોદીએ શુક્રવારે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફ્રેંસિંગ દ્વારા બેઠક યોજી હતી. બેઠકમાં સીએમ અરવિંદ કેજરીવાલ દિલ્હીની સ્થિતિની જાણકારી પીએમ મોદી સમક્ષ રજૂ કરી રહ્યા હતા. અસીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે દેશના તમામ ઓક્સિજન પ્લાન્ટનું અધિગ્રહણ કરી સેનાના કંટ્રોલમાં આપવું જોઇએ. જેથી પ્રભાવિત રાજ્યોને તાત્કાલિક ઓક્સિજન પહોંચાડી શકાય. આ દરમિયાન પીએમ મોદીએ તેમની ટેક્નિકલ ટીમને જાણકારી આપી કે સીએમ અરવિંદ કેજરીવાલ આ ઇનહાઉસ મીટિંગને સોશિયલ મીડિયા પર લાઇવ ટેલિકાસ્ટ કરી રહ્યા છે. તેના પર પીએમ મોદી નારાજ થઇ ગયા. 

 

પીએમ મોદીએ સીએમ કેજરીવાલને ટોકતાં કહ્યું 'આ આપણી જે પરંપરા છે, આપણો જે પ્રોટોકોલ છે આ તેના વિરૂદ્ધ થઇ રહ્યું છે કે કોઇ મુખ્યમંત્રી એવી ઇનહાઉસ મીટિંગને લાઇવ ટેલિકાસ્ટ કરે. તે યોગ્ય નથી. આપણે હંમેશા સંયમનું પાલન કરવું જોઇએ. પીએમની આ નારાજગીને સીએમ અરવિંદ કેજરીવાલ  તાત્કાલિક સમજી ગયા અને તેમણે હાથ જોડીને માફી માંગી લીધી. કેજરીવાલે પીએમ મોદીને કહ્યું 'ઠીક હૈ સર આ અંગે ધ્યાન રાખીશું આગળ. જો સર મારા તરફથી કોઇ ભૂલ થઇ ગઇ છે, મેં કંઇ કઠોર કહી દીધું, અથવા મારા આચરણમાં કોઇ ભૂલ છે, તો તેના માટે માફી માંગુ છું. 

આ મહત્વપૂર્ણ બેઠકમાં પીએમ મોદીએ 10 રાજ્યોના મુખ્યમંત્રીઓને કોરોના મહામારી વિરૂદ્ધ એકજુટ થઇને કામ કરવાનો સંદેશ આપ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે જો આપણે એકજુટ થઇને દેશની માફક કામ કરીશું તો કોઇ સમસ્યા આવશે નહી. પીએમએ રાજ્યોને કહ્યું કે રેલવે અને વાયુઅસેના બંને જલદી ઓક્સિજન સપ્લાય કરવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. પીએમએ રાજ્યોને અપીલ કરી છે કે દવાઓ અને ઓક્સિજનની જમાખોરી પર લગામ લગાવે. પીએમએ કહ્યું કે રાજ્યોને જણાવ્યું કે કેંદ્ર સરકાર દ્વારા રાજ્યોને 15 કરોડ ડોઝ વેક્સીનની સપ્લાય કરવામાં આવી છે. 

(12:00 am IST)