Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા ઘટી રહી છે : USCIRF ના અહેવાલને ઇન્ડિયન અમેરિકન મુસ્લિમો, શીખો તથા ખ્રિસ્તીઓનું સમર્થન : અહેવાલમાં ભારતને "વિશેષ ચિંતાનો દેશ" (સીપીસી) તરીકે ઘોષિત કરવાનું સૂચન

વોશિંગટન : તાજેતરમાં યુ.એસ.કમિશન ઓફ ઇન્ટર નેશનલ રિલિજિયસ ફ્રીડમ ( USCIRF ) એ બહાર પાડેલા અહેવાલમાં ભારતને "વિશેષ ચિંતાનો દેશ" (સીપીસી) તરીકે ઘોષિત કરવાનું સૂચન કર્યું છે. જેના કારણમાં જણાવાયા મુજબ ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા ઘટી રહી છે . USCIRF ના આ અહેવાલને ઇન્ડિયન અમેરિકન  મુસ્લિમો, શીખો તથા ખ્રિસ્તીઓએ સમર્થન આપ્યું છે.

ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, રાશિદ અહેમદેજણાવ્યું હતું કે વિશ્વમાં  ધાર્મિક સ્વતંત્રતાનું સૌથી ખરાબ ઉલ્લંઘન કરનાર તરીકે ભારતનું નામ છે.તે  બાબત અમારી  કમનસીબી છે. પરંતુ તે હકીકત છે.

તેમણે ઉમેર્યું હતું કે  અમને આશા છે કે યુએસ રાજ્ય મંત્રાલય યુએસસીઆઈઆરએફની ભલામણો સ્વીકારશે અને આ વર્ષે ભારતને સીપીસી તરીકે એટલેકે વિશેષ ચિંતાના દેશ તરીકે ઘોષિત  કરશે.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(9:33 am IST)