Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

કાલે વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો : ભાજપનું વિરાટ શક્તિપ્રદર્શન : 52 વીઆઈપી સહીત 7 રાજ્યોના મુખ્યમંત્રી રહેશે ઉપસ્થિત : ૧૦ હજાર સુરક્ષાકર્મીઓ રહેશે તેનાત : લાખ્ખો લોકો ઉમટી પડશે :બપોરે બે વાગ્યે એરપોર્ટ પર પહોંચશે :ત્રણ વાગ્યે મદન મોહન માલવિયાજીની પ્રતિમાને માલ્યાર્પણ કરીને ભવ્ય રોધ શોનો પ્રારંભ કરશે :7 કી,મી,લાંબા રોડ શો દશાશ્વમેઘ ઘાટ પર પૂર્ણ થશે :પીએમ મોદી 7 વાગ્યે ગંગા આરતીમાં જોડાશે

 નવી દિલ્હી : લોકસભા ચૂંટણીમાં તમામની નજર વારાણસીની હાઈપ્રોફાઈલ બેઠક પર મંડાઈ છે વડાપ્રધાન અને વારાણસીના સાંસદ ફરીવાર વારાણસીથી મેદાનમાં ઉતારશે.

 વડાપ્રધાન કાલે તા.25મીએ 10 કી,મી,નો લાંબો મેગા રોડ શો કરશે 26મીએ ઉમેદવારીપત્ર ભરશે ,વારાણસીમાં નામાંકન પહેલા વડાપ્રધાનના રોડ શોમાં છ રાજ્યોના મુખ્યમંત્રી ,દેશના ગૃહમંત્રી ,વિદેશમંત્રી,અને કેન્દ્રીયમંત્રી મંડળના મંત્રીઓ સહીત 52 વીઆઈપી ઉપસ્થિત રહેશે.

 આ રોડ શો માટે ભાજપે તમામ તાકાત કામે લગાડી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 23મીએ જ વારાણસી પહોંચી ચુક્યા છે. આ સમગ્ર રોડ શો દરમ્યાન દસ હજાર સુરક્ષાકર્મીઓ તહેનાત રહેશે અને અંદાજે ૫ લાખથી વધુ લોકો આ રોડ શોમાં શામેલ થાય તેમ મનાય રહ્યું છે.

   રોડ શોમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર, તામિલનાડુના મુખ્યમંત્રી કે,પલાનીસ્વામી, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્દ સિંહ રાવત, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીશ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, અને ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત ઉપસ્થિત રહેશે તેમજ દેશભરના પ્રદેશના સંગઠનના હોદેદારો જોડાશે.

  કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ,વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ,નાણામંત્રી અરુણ જેટલી,કાયદામંત્રી રવિશંકર પ્રસાદ,સ્વાસ્થ્યમંત્રી જેપી નડ્ડા,સહીત એનડીએના રામવિલાસ પાસવાન,પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ,સંજય નિષાદ અપનાદલ એસના અનુપ્રિયા પટેલ,શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે રોડ શોમાં જોડાશે.

આ ઉપરાંત એનડીએ ગઠબંધનમાં જેટલા પક્ષો ભાજપ સાથે જોડાયેલ છે તે તમામના નેતાઓ પીએમ મોદીના નામાંકન વેળાએ ઉપસ્થિત રહેશે.

   તા;26મીએ બપોરે 11 વાગ્યે પીએમ મોદી વારાણસીમાં પોતાની ઉમેદવારીપત્ર દાખલ કરશે આ પહેલા 25મીએ બપોરે 3 વાગ્યાથી થી સાંજે 7 વાગ્યા સુધી મેગા રોડ શો કરશે આ રોડ શો માલવિયાજીની પ્રતિમાથી પ્રારંભ થઈને  દશાશ્વમેઘ ઘાટ પર પૂર્ણ થશે ત્યાર બાદ પીએમ મોદી 7 વાગ્યે ગંગા આરતીમાં જોડાશે.

    પીએમ મોદીના કાર્યક્રમની જાણકારી આપતા પાર્ટી પ્રમુખ અમિતભાઇ શાહે કહ્યું કે આ વખતે પણ મોદી લહેર છે તેઓએ કહ્યું કે વર્ષ 2014માં મોદીજીના નામાંકન વેળાએ મોટી લહેર જોવાઈ હતી આ વખતે પણ પ્રચંડ લહેર મોદીજીના નામાંકન પહેલા જોવાઈ રહી છે.

અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે મોદીજી કાશીના સાંસદ રહ્યા અને વિશ્વની સૌથી પુરાતન નગરી કાશીને પોતાની અધયાત્મિક ગરિમા એક ઇંચ નીચે લાવ્યા વગર વિશ્વની સૌથી આધુનિક નાગર બનાવવાની દિશામાં અનેક કામો છેલ્લા પાંચ વર્ષમાં કર્યા છે.

   પ્રધાનમંત્રી 25મીએ બપોરે બે વાગ્યે બાબતપુર એરપોર્ટ પર પહોંચશે ત્યારબાદ હેલીકોપટરથી બીએચયૂ સ્થિત હેલિપેડ પર ઉતર્યા બાદ કારથી લંકા ચોક આવશે બપોરે ત્રણ વાગ્યે લંકા ચોક પરમહામાનવ મદન મોહન માલવીયજીની પ્રતિમા પર માલ્યાર્પણ બાદ રોડ શો શરુ કરશે.

  તેના કાફલામાં આઠ ગાડીઓ હશે રોડ શો અસ્સી,સોનારપુરા,થઈને દશાશ્વમેઘ ઘાટ સુધી જશે પ્રધાનમંત્રી ગુલાબ અને કમળના ફૂલથી સજાવેલ ખુલી ડીસીએમમાં કેન્દ્રીયમંત્રીઓ સાથે કાશીની જનતાનું અભિવાદન સ્વીકાર કરશે અંદાજે ત્રણ કી,મી, લાંબા રોડ શોમાં અંદાજે 101 સ્થાનોએ પીએમ મોદીનું સ્વાગત માટે તૈયારીઓ થઇ રહી છે માર્ગોમાં વિવિધ રહ્યોને સાંસ્કૃતિક પરિવેશમાં લોકો ગુલાબની ફુલમાળાથી પીએમ મોદીનું સ્વાગત કરશે.

   પાર્ટી અધ્યક્ષ અમિતભાઇ શાહે પાર્ટીના કેન્દ્રીય કાર્યાલય અને મીડિયા સેન્ટરનું ઉદ્ધઘાટન કર્યું હતું 25મીએ અમિતભાઇ શાહ ગાઝીપુરમાં કેન્દ્રીયમંત્રી મનોજસિંહાના નામાંકન દરમિયાન ઉપસ્થિત રહશે બપોરે બનારસ પરત ફરશે.

   પ્રધાનમંત્રીના પ્રસ્તાવકોમાં ડોમરાજા સહીત પદ્મ અલંકાર થી વિભૂષિત હસ્તીઓને સામેલ કરાશે જોકે હજુ સુધી આ નામને મહોર લાગી નથી પરંતુ પાર્ટીના આઠ નામનો યાદી બનાવી સંગઠન નેતાઓને મોકલી આપી છે જેમાં ડોમ રાજા સાથે ત્રણ તલ્લાકના મુદ્દે અવાજ ઉઠાવનાર એક મહિલા,બીએચયૂ આઇએમએસના પૂર્વ ડાયરેક્ટર,બિસ્મિલ્લાખાનના ભત્રીજા,એક મલ્લાહ પટેલ સમાજના અધ્ય્ક્ષ સહીત અલગ અલગ વર્ગના આત્યંહ લોકોના નામ પ્રસ્તાવિત કર્યા છે.

(12:33 am IST)