Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે Tik Tok એપ્લીકેશન પરથી પ્રતિબંધ હટાવ્યો

ચાઈના મેડ અને ભારતમાં પ્રચલીતટિક્ટોક એપ્લિકેશન પર પ્રતિબંધથી કંપનીને કરોડોનું નુકશાન

નવી દિલ્હી : ચાઈના મેડ અને ભારતમાં પ્રચલીત થઈ ગયેલી ટીકટોક એપ્લીકેશન પરથી પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. મદ્રાસ હાઈકોર્ટની મદુરૈ બેન્ચના આદેશ પર  આ એપ્લીકેશનથી પ્રતિબંધ હટાવી દેવાનો નિર્ણય કરાયો છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે કોર્ટે અગાઉ આ એપ્લીકેશન પર પ્રતિબંધ મુક્યો હતો અને આજે કોર્ટે પ્રતિબંધ હટાવી લીધો છે. અગાઉ કોર્ટને આ એપ્લીકેશનમાં પોર્નોગ્રાફી ફેલાતી હોય તેવું લાગ્યું હતું. જોકે આજે પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કંપનીનું ભારતીય માર્કેટ ઘણું મોટું છે. પ્રતિબંધને કારણે કંપનીને આમે ય કરોડો રૂપિયા ગુમાવવાના થાય તેવું સ્પષ્ટ હતું.

અગાઉ મદ્રાસ કોર્ટના નિર્ણયને કારણે ગૂગલે પ્લેસ્ટોરમાંથી આ એપ્લીકેશનને હટાવી લીધી હતી. જે પછી નવા યુઝર્સ તેને ડાઉનલોડ કરી શક્તા ન હતા. હવે કહેવાય છે કે આગામી સમયમાં એપ્લીકેશન ફરીથી ડાઉનલોડ કરી શકાશે.

ટીકટોક મામલામાં ગઈ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈ કોર્ટને ટિકટોક પર લાગેલા અંતરિમ પ્રતિબંધના નિર્ણય પર ફરી વિચારવાનું કહ્યું હતું. તે સાથે જ સુપ્રીમ કોર્ટે પણ સાફ કરી દીધું કે જો 24 એપ્રીલ પહેલા મદ્રાસ હાઈકોર્ટ આ મામલા પર ફરી વિચાર નહીં કરે તો ટિકટોક પર લાગેલો પ્રતિબંધ હટાવી દેવામાં આવશે.

મદ્રાસ હાઈકોર્ટની મદુરૈ બેન્ચે આ કહેતા ટિકટોક પર અંતરિમ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો હતો કે તેના દ્વારા ખોટા અને અશ્લીલ કંટેન્ટને ફેલાવવામાં આવી રહ્યું છે. જે બાળકોને માટે હાનીકારક છે. કોર્ટે આ આદેશ તમીલનાડુના સૂચના તથા પ્રસારણ મંતરી મણિકંદનના નિવેદન બાદ આપ્યો હતો. અરજી પર સુનાવણી કરતાં જસ્ટિસ કિરુબાકરણ અને જસ્ટિસ એસ એસ સુંદરની બેચે આ એપ પર પ્રતિબંધ કરવાનો નિર્ણય કર્યો હતો.

હાઈ કોર્ટના ઓડરને ચીની કંપની બાઈચડાન્સએ ટિકટોક માટે સુપ્રીમમાં ચેલેન્જ કર્યો હતો અને કહ્યું કે આ એપ્લીકેશનથી યૂઝર્સ સ્પેશ્યલ ઈફેક્ટના દ્વારા શોર્ટ વીડિયો બનાવીને શેર કરે છે. કંપનીએ આગળ કહ્યું કે જો આ એપ પર બેન લાગે તો તેને ભારતની જનતાના બોલવાની આઝાદી પર પ્રતિબંધ લગાવાયો તેવું મનાશે.

ટિકટોક એક સોશ્યલ મીડિયા એપ છે જેને પેઈચિંગની બાઈટડાન્સ કંપની.એ લોન્ચ કરી હતી. ફેબ્રુઆરી 2019 સુધી આ એપના ડાઉલોડની સંખ્યા 100 કરોડથી પણ વધી ગઈ હતી. 2018માં જ તે નોન ગેમ કેટેગરીની સૌથી વધુ ડાઉન્લોડ થનાર એપ્લીકેશન બની ગઈ હતી. અગાઉ ઈન્ડોનેશિયા અને બાંગ્લાદેશમાં પહેલા જ તેને બેન કરી દેવાઈ છે.

(9:31 pm IST)
  • યુપી- રાજસ્થાનમાં આંધી- તોફાન- ધુળનું વાવાઝોડુ ફુંકાશેઃ ૩૦ થી ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશેઃ તામીલનાડુ- શ્રીલંકાના પૂર્વીય તટો પર ૪૮ કલાકમાં ચક્રાવતી તોફાન ત્રાટકશે :અરબી સમુદ્ર તથા દક્ષીણ- પશ્ચિમ બંગાળાની ખાડી અને દક્ષીણ પૂર્વ શ્રીલંકા ઉપર ભૂમધ્ય લો પ્રેશર કાલે સર્જાઈ શકે છેઃ જે ૩૬ કલાકમાં ડિપ્રેશનમાં ફરે તેવી શકયતા છેઃ હિમાચલ, જમ્મુ- કાશ્મીર, બિહાર, ગંગીય પશ્ચિમ બંગાળ, ઓડીશા, છત્તીસગઢ અને દક્ષીણી આંતરીક કર્ણાટકમાં અલગ- અલગ જગ્યાએ ૩૦ થી ૪૦ કિ.મી. પવનની ગતી સાથે આંધી- તોફાન અને વિજળી પડી શકે છેઃ હવામાન ખાતુ access_time 3:48 pm IST

  • વડાપ્રધાનને મારા પરિવારના નામનો ઉન્માદ થયો છેઃ પ્રિયંકા : તેઓ માત્ર મારા પરિવાર વિશે બોલે છેઃ કોંગ્રેસ મહામંત્રીના ચાબખા access_time 3:58 pm IST

  • વડાપ્રધાન મોદી સાથે આવતીકાલે સવારે ૯ વાગ્યે અક્ષયકુમાર કરશે કઈક નોખી અનોખી મુલાકાત : અત્યારે ચુંટણીના માહોલમાં જ્યારે આખો દેશ રાજનીતિની વાતો કરી રહ્યો છે ત્યારે અક્ષયકુમાર આ મુલાકાત દરમ્યાન પ્રધાનમંત્રી મોદી સાથે સંપૂર્ણપણે બિન રાજકીય અને કઈક જુદીજ અંતરંગ વાતો કરશે : આ સમગ્ર મુલાકાતનું ટેલીકાસ્ટ ANI સમાચાર સંસ્થાના સોશ્યલ મીડિયા હેન્ડલ્સ પર પ્રદર્શિત કરવામાં આવશે access_time 10:34 pm IST