Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

આઇપીએલમાં સટ્ટા પર લાખો ગુમાવતા યુવકે આત્મહત્યા કરી

જયપુર,તા.૨૪: રાજસ્થાનના ઘૌલપુરમાં આઇપીએલ ક્રિકેટ મેચમાં સટ્ટો લગાવી લાખો રૂપિયા ગુમાવી દેનાર એક યુવકે ઝેર ખાઇ આત્મહત્યા કરી લીધી છે.મૃતકોના પરિવારજનોએ આ સંબંધમાં પાંચ લોકોની સામે નામજોગ મામલો દાખલ કરાવ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ મામલામાં મૃતકના ભાઇ હરિઓમ પારાશર નિવાસી ચૈબટ્ટા મોહલ્લાએ રિપોર્ટ દાખલ કરાવ્યો છે રિપોર્ટમાં  તેણે પાંચ લોકોના નામ દાખલ કર્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આરોપી તેના ભાઇ જયપાલ પારાશરને ક્રિકેટની આઇપીએલ મેચમાં સટ્ટો રમવા માટે પ્રેરિત કરતા હતાં તે જયપાલને મોટી વ્યાજ પર રકમ  ઉધાર  આપતા હતાં

આઇપીએલ મેચમાં સટ્ટો લગાવી જયપાલ પુરી રીતે ફસાઇ ગયો અને તેણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે.આઇપીએલ મેચમાં મુડી હારી ગયા બાદ આરોપી જયપાલ પર પૈસા માંગવાનું દબાણ કરવા લાગ્યા હતાં પૈસા ન હોવાને કારણે જયપાલ માનસિક તનાવમાં આવી ગયો હતો અને તેણે ઝેરી પદાર્થ ખાઇ આત્મહત્યા કરી લીધી  પોલીસે મૃતકનું શબ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યુ હતું અને બાદમાં તેમના પરિવારને સુપ્રત કર્યું હતું આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(4:06 pm IST)