Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

CJI વિરૂધ્ધ 'ષડયંત્ર'છેઃ નક્કર પુરાવા : ઔદ્યોગિક ગૃહોનો હાથ

એડવોકેટનો સનસનીખેજ ખુલાસો : ચીફ જસ્ટીસને ષડયંત્ર હેઠળ ફસાવવામાં આવ્યા છે : કોર્ટને બંધ કવરમાં પુરાવા સોંપ્યા : CCTV ફુટેજ દૂધનું દૂધ પાણીનું પાણી કરી દેશે : જસ્ટીસ મિશ્રાની બેંચે પોલીસ, CBI અને IB ચીફને તેડાવ્યાઃ ચીફ જસ્ટીસને સીસ્ટમ સુધારવી છે, તેમણે હિંમત દાખવી, ડર વિના કાર્યવાહી કરીઃ જસ્ટીસ મિશ્રા

નવી દિલ્હી તા. ૨૪ : ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ પર લાગેલા યૌનશોષણના આરોપોને કાવતરૂ ગણાવનાર વકીલ ઉત્સવ બૈંસે કહ્યું કે, ચીફ જસ્ટિસને આ મામલે ફસાવામાં આવી રહ્યા છે અને તેઓએ કોર્ટને સીલબંધ કવરમાં રજુ કરવામાં આવ્યા છે. સુપ્રીમના જજ આઇબી ડાયરેકટર, સીબીઆઇ પ્રમુખ અને દિલ્હી પોલીસના કમિશ્નરની સાથે તેમના ચેમ્બરમાં વાત કરી રહ્યા છે. મામલાની સુનાવણી આજે ૩ વાગ્યાથી થશે. કોર્ટે વકીલ ઉત્સવ બૈંસને પણ સુરક્ષા આપવાનો આદેશ આપ્યો છે.

સ્પેશ્યલ બેન્ચે દસ્તાવેજ જોયા બાદ અટોર્ની જનરલને કહ્યું કે શું તમે કોઇ જવાબદાર તપાસ અધિકારીને મારી ચેમ્બરમાં બોલાવશો. સોલિસિટર જનરલે કહ્યું કે સીબીઆઈ ડાયરેકટર અત્યારે દિલ્હીથી બહાર છે. જોઇન્ટ ડાયરેકટર આવી જશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે યૌન શોષણના આરોપોની તપાસ માટે ઇન હાઉસ પેનલ તપાસ કરશે. પરંતુ ન્યાયપાલિકાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે કરાઇ રહેલ મોટા ષડયંત્રની પણ અલગથી તપાસ થવી જોઇએ.

વકીલ ઉત્સવ બૈંસે સુપ્રીમમાં જણાવ્યું કે, મારી પાસે આ મામલા સાથે જોડાયેલા સીસીટીવી ફુટેજ છે તેનાથી દૂધનું દૂધ પાણીનું પાણી થઇ જશે. તે જ અસલી પુરાવા છે તે હું આ કોર્ટમાં જમા કરાવી રહ્યો છું. આરોપી - માસ્ટર માઇન્ડ ખૂબ જ તાકતવર છે. બૈંસે દાવો કર્યો હતો કે પ્રધાન ન્યાયાધીશ રંજન ગોગોઇને મોટા કાવતરા હેઠળ યૌન શોષણ કેસમાં ફસાવામાં આવ્યો છે.

સવારે ૧૧.૧૫ વાગ્યે સુનાવણી શરૂ અને આ સંપૂર્ણ મામલાને સીજેઆઇ વિરૂધ્ધ કાવતરૂ બતાવનાર વકીલ ઉત્સવ બૈંસે કહ્યું કે, આ મામલે ચીફ જસ્ટિસની પ્રતિષ્ઠાને ધૂમિલ કરવા માટે તેમને ફસાવામાં આવી રહ્યા છે. તેના પર બેંચે પૂછયું કે, તમારે શું કહેવું છે. જવાબમાં વકીલ બૈંસે કહ્યું કે, મેં સીલ બંધ કવરમાં મટીરીયલ આપ્યા છે. તેમાં સીસીટીવી ફૂટેજ છે જે પૂરી વાર્તા નિવેદન કરે છે. વકીલ બૈંસે દાવો કર્યો કે એક ઔદ્યોગિક પરિવાર ચીફ જસ્ટિસને ફસાવા માટે આ કાવતરા પાછળ છે.

સુપ્રીમ કોર્ટે બુધવારે સીબીઆઇના ડિરેકટર, દિલ્હી પોલીસના કમિશ્નર અને ઇન્ટેલિજેન્સ બ્યૂરો ચીફને સમન્સ મોકલ્યું છે. કોર્ટે આ સમન્સ ન્યાયિક ભ્રષ્ટાચારની બાબતોની ગંભીરતાપૂર્વક તપાસ અને જાતીય સતામણીની બાબતમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇને દોષી જાહેર કરવા બાબતના કથિત પ્રયાસો બાબતે મોકલ્યું છે.

જસ્ટિસ અરૂણ મિશ્રાની આગેવાની વાળી ત્રણ જજોની આ બેંચ ત્રણ સંસ્થાઓના પ્રમુખોને બપોરે ૧૨.૩૦ વાગ્યે બોલાવ્યા, જેમાં જણાવ્યું કે, તેમની સાથે કરવામાં આવેલી ચર્ચા જજોની ચેંબરમાં જ રહેશે. આ બાબતે આગળની વાતચીત માટે બેંચ બપોરે ૩ વાગે ફરી મળશે.

ઉલ્લેખનિય છે કે, મુખ્ય ન્યાયાધીય રંજન ગોગોઇ વિરૂદ્ઘ જાતીય સતામણીના આરોપોની તપાસ માટે કોર્ટે ત્રણ જજોની એક આંતરિક તપાસ સમિતિનું ગઠન કર્યું છે. આ સમિતિમાં કોર્ટના ત્રણ સિટિંગ જજ- જસ્ટિસ એસ એ બોબડે, એન વી રમન અને ઈંદિરા બેનર્જી છે. ગોગોઇ પછી બોબડે જ તેમના સીનિયર જજ છે.

(3:29 pm IST)