Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

ટિકિટ કપાતા ઉદિત રાજે કર્યો બળવો :કોંગ્રેસમાં જોડાયા

ટ્વિટર પર પોતાના નામની આગળથી ચોકીદાર શબ્દ પણ હટાવ્યો

નવી દિલ્હી :ઉત્તર પશ્વિમ દિલ્હી બેઠક પરથી ટિકિટ કપાતા ભાજપથી નારાજ થયેલા ઉદિત રાજે પાર્ટી છોડી કોંગ્રેસમાં જોડાણ કર્યુ. ભાજપે ઉદીત રાજની ટિકિટ કાપી હંસરાજ હંસને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જેથી તેઓ પાર્ટીથી નારાજ થયા હતા.

  ટિકિટ કપાતાની સાથે તેમણે પાર્ટી સામે બળવો કરવાની પણ ચીમકી આપી હતી અને ટ્વિટર પર પોતાના નામની આગળથી ચોકીદાર શબ્દ પણ હટાવ્યો હતો.  આ સાથે તેમણે પાર્ટીને ચેતાવણી પણ આપી હતી કે, પાર્ટી  મારી ટિકિટ કાપશે તો હું પાર્ટી છોડી જઈશ.

     ઉદિત રાજે આ મામલે જણાવ્યુ હતુ કે, પાર્ટી મને ટિકિટ આપવા માગતી નથી. પરંતુ દેશભરમાં મારૂ સંગઠન છે. આ મામલે અરવિંદ કેજરીવાલે પહેલા કહ્યુ હતુ કે, ભાજપ તમને ટિકિટ નહીં આપે.  મહત્વપૂર્ણ છે કે, ઉદિત રાજ પોતાના વિવાદિત  નિવેદનના કારણે હમેશા ચર્ચામાં રહે છે. જોકે ટિકિટ કપાતાની સાથે તેમણે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાણ કર્યુ.

(2:24 pm IST)
  • શ્રીલંકાને ધણધણાવવા ૯ સુસાઈડ બોમ્બરોનો ઉપયોગ થયેલ..: શ્રીલંકામાં અનેક વિસ્ફોટોની હારમાળા સર્જી સેંકડોના જીવ હરી લેવાના કાળમુખા બનાવમાં ૯ સુસાઈડ બોમ્બરોનો ઉપયોગ થયો હતો : જેમાંથી ૮ને ઓળખી લેવાયાનું અને ૬૦ની ધરપકડ થયાનુ જાહેર થયુ છે : આ તમામ લોકો શ્રીલંકન નાગરીકો છે access_time 4:00 pm IST

  • ચુંટણી જંગ માટે તૈયારઃ ગઇ કાલે નોર્થ-ઇસ્ટ દિલ્હી લોકસભા સીટ માટે ઉમેદવારી પત્ર ભરવા માટે આવેલાં દિલ્હીનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શીલા દિક્ષીત access_time 11:22 am IST

  • યુપી- રાજસ્થાનમાં આંધી- તોફાન- ધુળનું વાવાઝોડુ ફુંકાશેઃ ૩૦ થી ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશેઃ તામીલનાડુ- શ્રીલંકાના પૂર્વીય તટો પર ૪૮ કલાકમાં ચક્રાવતી તોફાન ત્રાટકશે :અરબી સમુદ્ર તથા દક્ષીણ- પશ્ચિમ બંગાળાની ખાડી અને દક્ષીણ પૂર્વ શ્રીલંકા ઉપર ભૂમધ્ય લો પ્રેશર કાલે સર્જાઈ શકે છેઃ જે ૩૬ કલાકમાં ડિપ્રેશનમાં ફરે તેવી શકયતા છેઃ હિમાચલ, જમ્મુ- કાશ્મીર, બિહાર, ગંગીય પશ્ચિમ બંગાળ, ઓડીશા, છત્તીસગઢ અને દક્ષીણી આંતરીક કર્ણાટકમાં અલગ- અલગ જગ્યાએ ૩૦ થી ૪૦ કિ.મી. પવનની ગતી સાથે આંધી- તોફાન અને વિજળી પડી શકે છેઃ હવામાન ખાતુ access_time 3:48 pm IST