Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

પ્રિયંકા વારાણસીથી લડશે કે કેમ?

રાહુલ ગાંધી કહે છે દિગ્ગજોને બળજબરીથી હરાવવા પ્રયાસો થવા ન જોઈએ

પ્રિયંકા વારાણસીથી લડે તેવી શકયતા ઓછી થઈ ગઈ : જો કે પ્રિયંકા પોતે વડાપ્રધાનને પડકારવા આતુર : અંતિમ નિર્ણય સોનિયાજી લેશે

વારાણસીથી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની ચૂંટણી લડવાની શકયતાઓ છે. વડાપ્રધાન મોદી સામે પ્રિયંકાના ચૂંટણી લડવા અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદ્યમ વાત કહી છે રાહુલે કહ્યુ છેકે, મોટા પક્ષોનાં દિગ્ગજ નેતાઓને બળજબરીથી હરાવવાના પ્રયાસો ન કરવા જોઈએ. પરંતુ એવા પ્રયાસો કરવા જોઈએ કે તેઓ જીતીને સંસદમાં આવે જેનાથી લોકતંત્ર મજબૂત અને સ્વસ્થ્ય બનશે.

 

રાહુલ ગાંધીનું માનવું છે કે, ભૂતકાળમાં હેમવતી નંદન બહુગુણાને અમિતાભ બચ્ચને હરાવીને આ પરંપરા શરૂ કરી હતી. તેજ સમયે અન્ય જગ્યાઓએ પણ આવું જ થયુ હતુ. પરંતુ ૧૯૮૯ અને ૧૯૯૧માં રાજીવ ગાંધીએ ફેરફાર કરીને આ પરંપરાને જાળવી રાખી હતી. રાહુલે જવાહરલાલ નેહરુના લોહિયા અને અટલજી પ્રત્યેના પ્રેમનું ઉદાહરણ આપ્યુ હતુ.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વલણ પછી પ્રિયંકાની વારાસણીથી ચૂંટણી લડવાની સંભાવનાઓ ઓછી થઈ ગઈ છે. પરંતુ પ્રિયંકા પોતે પણ વડાપ્રધાન મોદીને પડકારવા માટે આતુર છે. પરંતુ હવે આ અંગે અંતિમ નિર્ણય સોનિયા ગાંધીએ જ લેવો પડશે. પરંતુ રાહુલની આ મોઘમ વાત ઘણું બધુ કહી જાય છે. કદાચ આજ કારણે રાયબરેલીમાં પ્રિયંકાએ વારાણસીથી લડવાના સવાલ અંગેના જવાબમાં કહ્યુ કે, તેઓ તૈયાર છે. પરંતુ પાર્ટીએ હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. પાર્ટી જે કહેશે તે કરવા તૈયાર છું. (૩૭.૧૩)

(3:51 pm IST)