Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

પ્રિયંકા ગાંધીએ કર્યો તીખો પ્રહાર :વિડિઓ ટ્વીટ કરીને પૂછ્યું પ્રધાનમંત્રી ચોકીદાર છે કે શહેનશાહ

દુષ્કાળની સ્થિતિ સામે ઝઝૂમતા બુંદેલખંડમાં પીએમના આગમન પહેલા તેઓના સ્વાગત માટે ટેન્કરના પાણીથી રસ્તાઓ ધોવાયા

કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી પર તીખો હુમલો કર્યો છે. વેડફાતા પાણી વિશે પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી પર જોરદાર હુમલો કર્યોહતો  તેમણે લોકોને પૂછ્યુ કે પ્રધાનમંત્રી ચોકીદાર છે કે પછી શહેનશાહ છે. પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે બુંદેલખંડ વિસ્તાર દુષ્કાળની સ્થિતિ સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે પીએમના સ્વાગત માટે પીવાનું પાણી રસ્તા પર વેડફવામાં આવી રહ્યુ છે, તમે લોકો જણાવો કે પ્રધાનમંત્રી ચોકીદાર છે કે શહેનશાહ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી આ અઠવાડિયે યુપીના બાંદામાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. પ્રિયંકા ગાંધીએ એક વીડિયો ટ્વીટ કર્યો છે જેમાં ટેન્કરથી પાણી વેડફાતુ જોઈ શકાય છે. તેમણે લખ્યુ છે કે જ્યારે આખો બુંદેલખંડ દુષ્કાળ સામે ઝઝૂમી રહ્યો છે. પુરુષો, મહિલા, બાળકો, જાનવાર દરેક પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે પરંતુ બાંદાના રસ્તાઓ પર પીએમના સ્વાગત માટે પાણીની ટેન્કર વેડફવામાં આવી રહી છે. તે ચોકીદાર છે કે દિલ્લીથી આવી રહેલા કોઈ શહેનશાહ

(12:23 pm IST)