Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

આજે કાશ્મીર, બિહાર અને બંગાળમાં વરસાદની સંભાવના : મહારાષ્ટ્રમાં લૂ ફૂંકાશે

ગુલમર્ગ, કુલગામ, પહેલગામ જેવા વિસ્તારોમાં હળવો વરસાદ

નવી દિલ્હી : દેશના મોટાભાગમાં હવામાન શુષ્ક થઇ રહયું છે અને લૂ નો પ્રકોપ વધતો રહ્યો છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં વરસાદની સંભાવના છે

વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ જમ્મુ કાશ્મીરથી પસાર થઇ આગળ વધી રહયું છે જેના પગલે જમ્મુ કાશ્મીરમાંવરસાદની શકયતા છે,ગુલમર્ગ,કુલગામ,પહેલગામ જેવા વિસ્તારોમાં હળવો વરસાદની સંભાવના છે.

આ દરમિયાન હિમાચલ પ્રદેશમાં પણ કેટલાક સ્થળોએ વરસાદ થઇ શકે છે જોકે ઉત્ત્।રાખંડમાં છુટાછવાયા છાંટા પડશે તેવું સ્કાયમેટે અનુમાન વ્યકત કર્યું છે

બીજીતરફ પંજાબ હરિયાણા,દિલ્હી રાજસ્થાન,અને ઉત્ત્।ર પ્રદેશમાં વરસાદની સંભાવના નથી. રાજધાની સહીત આ રાજયોમાં શુષ્ક હવામાન રહેશે હિસાર, ચુરુ, ગંગાનગર જેવા લૂ ની શરૂઆત થઇ છે.

પૂર્વી ભારતમાં કિશનગંજ, ભાગલપુર, પૂર્ણિયા, જલ્પાઈગુડી, સીલ્લલીગુડી દાર્જલિંગ સહીત બિહારના ઉતરી પૂર્વી શહેરો ઉતરી બંગાળ સિક્કિમ અસાં અને અરુણાચલ પ્રદેશમાં હળવા છાંટા પાડવાની શકયતા છે.

(11:29 am IST)