Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

યોગી, ભાગવત અને કેજરીવાલને મારી નાખવાની ધમકી

પત્રમાં પોતાને જૈશનો એરીયા કમાંડર બતાવ્યો બે રેલ્વે સ્ટેશન માસ્તરને મળ્યા પત્રો

લખનૌ, તા.૨૪: યુપી અને ઉતરાખંડમાં બે રેલ્વે સ્ટેશન માસ્તર પાસે આતંકવાદી સંગઠનના નામના પત્રો પહોંચ્યો હતા જેણે સુરક્ષા એજંસીઓને ધંધે લગાડી દીધી છે. આ પત્રમાં યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્ય નાથ, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને આરએસના પ્રમુખ મોહન ભાગવતને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.

ઉપરોકત બંન્ને રેલ્વે સ્ટેશનો પર મોકલાયેલ એક જેવા પત્રોમાં ૧૩મે એ શામલી, બાગપત, મેરઠ, રાપુડ, ગજરૌલા, ગાજીયાબાદ, મુઝફફરનગર, બરેલી, દિલ્હી, પાણીપત અને રોહતક રેલ્વે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઇ છે. જયારે ૧૬મેએ અલ્હાબાદ, અયોધ્યા, ગાજીયાબાદ અને દિલ્હીના મુખ્ય ધાર્મિક સ્થાનો અને બસ સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી અપાઇ છે.

બે પાનાના આ પત્રનું લખાણ અને ભાષાને જોઇએ સુરક્ષા દળો તેને શરારત ગણી રહ્યા છે. તો પણ આ અંગે સતર્કતા રાખવામાં આવી રહી છે. કેન્દ્રીય જાસુસી એજન્સીઓ યુપી સહિત દિલ્હી, હરિયાણા અને ઉતરાખંડ રાજયને એલર્ટ મોકલી આપ્યા છે.

પત્ર લખનારે પોતાને જૈશએ મોહમ્મદનો એરીયા કમાંડર જણાવીને લખ્યું છે કે ''હે મેરે મૌલાના મુઝે માફ કર, મેરે જેહાદીકી મોતકા બદલા મેં જરૂર લુંગા.'' ત્યાર પછી રેલ્વે સ્ટેશન, ધાર્મિક સ્થળો અને પ્રમુખ નેતાઓની ધમકીનો ઉલ્લેખ છે. અંતમાં લખ્યું છે. '' આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ, એરીયા કમાંડર મૈસુર અહમદ જમ્મુ કાશ્મીર, સિંધ પાકિસ્તાન.''

(11:28 am IST)