Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

રાજ્યમાં શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ:સરેરાશ 63,64 ટકા મતદાન : ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ 2014માં 63,3 ટકા થયેલ

દક્ષિણ ગુજરાતમાં સુરત,નવસારી સિવાય 70 ટકાથી વધુ મતદાન ;બારડોલીમાં સૌથી વધુ 72,99 ટકા ધીંગું મતદાન :અમરેલીમાં સૌથી ઓછું 55 ,73 ટકા મતદાન કચ્છમાં 57,33 ટકા

રાજ્યમાં તમામ 26 બેઠક પર શાંતિપૂર્ણ રીતે મતદાન પુરૂ થયુ. આ સાથે 371 ઉમેદવારના ભાવિ ઈવીએમમાં સીલ થયા છે. મતદાન બાદ આગામી 23મી મેના રોજ ચૂંટણીના પરિણામ જાહેર થશે રાજ્યમાં મતદાન કરવા મતદારોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો

  . એક અંદાજ પ્રમાણે રાજ્યમાં 63,63 ટકાની આસપાસ મતદાન થયુ છે. 2014માં રાજ્યમાં 63.3 ટકા મતદાન થયુ હતુ. જ્યારે આ વખતે ગત ચૂંટણીની સરખામણીમાં નજીવું વધારે મતદાન થયુ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

  અહેવાલ મુજબ કચ્છમાં 57,33 ટકા,બનાસકાંઠામાં 64મ  ટકા,પાટણમાં 61મા 3 ટકા,મહેસાણામાં 64,91 ટકા,સાબરકાંઠામાં 67,03 ટકા,ગાંધીનગરમાં 64,95 ટકા,અમદાવાદ,પૂર્વમાં 60,77 ટકા,અમદાવાદ પશ્ચિમમાં 59,82 ટકા,સુરેંદ્ર્નગરમ 57,79 ટકા,રાજકોટમાં 63,12 ટકા,પોરબંદરમાં 58,77 ટકા,જામનગરમાં 58,49 ટકા,જૂનાગઢમાં 60,70 ટકા અમરેલીમાં 55 ટકા,ભાવનગરમાં 58,41 ટકા,આણંદમાં 66,03 ટકા,ખેડામાં 60,32 ટકા,પંચમહાલમાં 61,68 યક,દાહોદમાં 66,05 ટકા,વડોદરામાં 67,26 ટકા,છોટા ઉદેપુરમાં  72,18 ટકા,ભરૂચમાં 71,18 ટકા,બારડોલીમાં 72,92 ટકા,સુરતમાં 63,99 ટકા ,નવસારીમાં 66,42 ટકા,અને વલસાડમાં 74,09 ટકા મતદાન થયું છે .

(12:00 am IST)