Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

જેટ એરવેઝના ૪૧૦ પાયલોટ સાત મહિનામાં નિકળી ચુક્યા છે

૪૧૦ના રાજીનામા છતાં હજુ ૧૫૨૭ પાયલોટ : જેટ એરવેઝના કર્મીઓ અને વિમાનોનો ઉપયોગ કરવાની સ્પાઇસ જેટ, એર ઇન્ડિયા સહિતની એરલાઈન્સ દ્વારા તૈયારીઓ

નવી દિલ્હી, તા. ૨૩ : જેટ એરવેઝમાં નવા પ્રાણ ફૂંકવાને લઇને પ્રશ્નો થઇ રહ્યા છે ત્યારે જેટ એરવેઝની પાસે રહેલા ૧૫૨૭ પાયલોટોને લઇને દુવિધાભરી સ્થિતિ થયેલી છે. જેટ એરવેઝના ૪૧૦થી વધુ કો પાયલોટે સાત મહિનામાં રાજીનામા આપી દીધા હતા. નેશનલ એવિએટર્સ ગિલ્ડના અહેવાલમાં આ મુજબની વાત કરવામાં આવી છે. ૪૧૦ સહ પાયલોટ અને કેપ્ટન દ્વારા રાજીનામુ આપી દેવામાં આવ્યા બાદ ૧૫૨૭ પાયલોટો જેટ પાસે હજુ પણ રહેલા છે. એરલાઈનના પાયલોટ યુનિયન નેશનલ એવિએટર્સ ગિલ્ડે મેમ્બરોને કહ્યું છે કે, વેટલિઝિંગ માટેની યોજના ઉપર કામ ચાલી રહ્યું છે. સ્પાઇસ જેટ, એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા જેટના પાયલોટોને પોતાના ત્યાં ભરતી કરવા માટે યોજના બનાવી લેવામાં આવી છે. સાથે સાથે આ એરલાઈન જેટની બંધ કરવામમાં આવેલી ફ્લાઇટો પણ ફરી શરૂ કરવાની યોજના ધરાવે છે. જેટના બંધ કરવામાં આવેલા બોઇંગ ૭૩૭ અને બી૭૭૭ વિમાનોને પોતાની સેવામાં લેવા માટે સ્પાઇસ જેટ, એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ ઇચ્છુક છે. જેટ મેનેજમેન્ટ સાથે વાતચીત કર્યા બાદ નેશનલ એવિએટર્સ ગિલ્ડે સભ્યો સાથે વાતચીતમાં કહ્યું છે કે, ૪૧૦ પાયલોટો સપ્ટેમ્બર અને માર્ચ વચ્ચેના ગાળામાં રાજીનામા આપી ચુક્યા છે. એરલાઈન્સ પાસે હજુ પણ રોલ ઉપર ૧૫૨૭ જેટલા પાયલોટો રહેલા છે. લિઝ ઉપર વિમાનોની સંખ્યા ખુબ મોટી રાખવામાં આવી છે. તમામ રુપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. જેટ એરવેઝના ગયા ગુરુવારના દિવસે બંધ કરવામાં આવી હતી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નેતૃત્વમાં ધિરાણદારોએ નવા ધિરાણદારોની શોધખોળ શરૂ કરી દીધી છે. હવે બંધ કરવામાં આવેલા એરલાઈન માટે ખરીદદારની શોધખોળ ચાલી રહી છે.

 

(12:00 am IST)