Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

મુંબઈ એરપોર્ટ પરથી છ કિલો સોનાની દાણચોરી ઝડપાઇ

એક એક કિલોના ટુકડા કરીને છ કિલો સોનુ સીટ નીચે સંતાડેલું :સ્ટાફની સંડોવણીની શકયતા

મુંબઈ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી ઝડપાઈ છે. એર ઈન્ટેલિજન્સ યુનિટે મુંબઈના છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કિલો સોનું ઝડપ્યું હતું સ્મગ્લરે એક-એક કિલોના સોનાના બિસ્કીટ જેટ એરવેઝમાં પ્લેનની સીટની નીચે સંતાડેલું હતું સ્મગલર્સે સોનાના બિસ્કીટના ટુકડા કરી તેને સીટની નીચે સંતાડી દીધા હતા

   સોનાના બિસ્કીટની બજાર કિંમત બે કરોડ 59 લાખથી વધુની છે. જે રીતે સીટની નીચે બિસ્કીટ સંતાડેલા હતા તે જોતા જેટ એરવેઝના સ્ટાફની સંડોવણીની શક્યતા હોવાનું મનાય છે .

(11:04 pm IST)