Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

છોટાઉદેપુર:નરાધમ સરપંચે સાગ્રીતની મદદથી સગીરાનું ચાર વર્ષ સુધી શિયળ લુંટ્યું :ધરપકડ

લગ્ન બાદ પણ પરેશાન કરતા લગ્ન પણ તૂટી ગયા આખરે હિંમત દાખવી યુવતીએ ફરિયાદ કરી

 

છોટા ઉદેપુર જિલ્લાના એક ગામના નરાધમ સરપંછે સાગ્રીતની મદદથી એક ૧૫ વર્ષીય સગીરા ઉપર અવારનવાર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ થતા પોલીસે તેને પકડીને જેલમાં ધકેલી દીધો છે. મામલે પોલીસ ફરિયાદબાદ ગુનો નોંધી વધું તપાસ હાથ ધરાઈ છે અને ભોગ બનનાર સગીરાને ચેકઅપ માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે.

   અંગેની વિગત મુજબ છોટા ઉદેપુર જિલ્લાના એક આદીવાસી સરપંચે સગીરાને પામવા માટે જાતજાતના રસ્તા અખત્યાર કર્યા હતા અને તેમ છતાંય સગીરા સરપંચની ચૂંગાલમાં આવતા, તેની એકલતાનો લાભ લઈને પોતાના સાગરીતના સહકાર વડે સગીરાને ઉઠાવી જઈને સરપંચ બળાત્કાર ગુજારતો હતો.

. ચાર વર્ષ પહેલા જ્યારે સગીરા ૧૫ વર્ષની હતી ત્યારે નરાધમ સરપંચ જંગુભાઈ રાઠવા અને તેનો સાથીદાર ઉમેશ રાઠવા સગીરાને વારંવાર  ઘરમાં બધા ખેતરમાં કામે ગયા હોય ત્યારે આવીને મોટરસાઇકલ પર અને બોલેરો ગાડીમાં બળજબરીથી ઉઠાવી જઈને વિજોલ ગામની સીમમાં લઈ જતો અને પછી તેના પર બળાત્કાર ગુજારતો હતો.અને એવી ધમકી પણ આપતો હતો કે તને મારે પત્ની તરીકે રાખવાની છે જો તું વાતા કોઈને કહીશ તો હું તારા માતાપિતાને મારી નાખીશ. જેને લઈને સગીરા ચૂપ રહેતી હતી.

  પરંતુ ગયા વર્ષે સગીરાના પુખ્ત થઈ જતાં, તેના લગ્ન થઈ ગયા પછી પણ નરાધમ સરપંચ યુવતીને હેરાન પરેશાન કરતો હતો, જેને લઈને યુવતીના લગ્ન તૂટી ગયા હતા. જેને લઈને યુવતીએ સરપંચ વિરુધ્ધ છોટા ઉદેપુર કોર્ટમાં ફરીયાદ કરતાં ૨૦ જાન્યુઆરીના રોજ નરાધમ સરપંચ જંગુભાઈ રાઠવા અને તેના સાગરીત ઉમેશ રાઠવા વિરુધ્ધ છોટા ઉદેપુર પોલીસ મથકે ફરીયાદ દાખલ કરી હતી. તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. આખરે નરાધમ સરપંચની ધરપકડ કરી તેના જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે જ્યારે તેનો સાગરીત હજી પણ ફરાર છે.

  જો કે પોલીસે 20 જાન્યુઆરીના રોજ નોંધાયેલી ફરિયાદ અંગે હજી સુધી કેમ કોઈ પગલાં નહોતા ભર્યા તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. શું પોલીસની બેદરકારી કે ફરજમાં વિલંબ એક મહિલાને ન્યાય મેળવવામાં મોડું કરાવે છે તે બદલ કોઈ પગલાં લેવાશે કે કેમ તે પણ હાલ ચર્ચાઈ રહ્યું છે.

(10:18 pm IST)