Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

ઓક્સીઝન પાઈપમાં વંદો ફસાતા વેન્ટિલેટરમાં રખાયેલ દર્દી અંજલિ બૈરાગીનું મોત:નાસિકની હોસ્પિટલનો કિસ્સો

અંજલિએ વારંવાર ઓક્સીઝન લેવામાં મુશ્કેલી પડતી હોવાનું કહ્યું પણ ધ્યાનમાં ના લેવાયું :કડક કાર્યવાહીની માંગણી

નાસિક :હોસ્પિટલની બેદરકારીના કિસ્સા અવારનવાર બહાર આવતા હોય છે સરકારી અને અંગત હોસ્પિટલોમાં બેદરકારીના કારણે દર્દીઓના મોત થવાના બનાવો પણ બને છે ત્યારે નાસિકના આડગામ મરાઠા વિદ્યા પ્રસાક સમાજ હોસ્પિટલમાં બન્યું છે.ત્યાં વેન્ટિલેટરમાં રખાયેલ દર્દીનું આર્ટિફીશિયલ ઓક્સિજન પાઇપમાં વંદો ફસાવવાને કારણે થઇ છે.

   મીડિયા રિપોર્ટસ મુજબ પાંચ દિવસ પહેલા 42 વર્ષની અંજલી બૈરાગીએ ઝેર ખાઇ લીધું હતું. જે પછી તેને મરાઠા વિદ્યા પ્રસારક હોસ્પિટલમાં દાકલ કરવામાં આવી હતી. સોમવારે રાતે અચાનક તેની તબિયત લથડી ગઇ. ડોક્ટરે તેના પુત્રને તાત્કાલિક દવા લેવા મોકલ્યો. જ્યારે તેનો પુત્ર પરત ફર્યો ત્યારે ડોક્ટરોએ જણાવ્યું કે અંજલીને વેન્ટિલેટરમાં રાખવામાં આવી છે.

આ દરમિયાન અંજલીનું મોત નીપજ્યું. પરિવારનો આરોપ છે કે અંજલી વારે-વારે ઓક્સિજન લેવામાં મુશ્કેલીની વાત કરતી હતી. પરંતુ ડોક્ટરોઓએ આને ધ્યાનમાં લીધું ન હતું. પરિવારે ડોક્ટર અને હોસ્પિટલમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. જ્યારે અંજલીના સંબંધીઓએ વેન્ટિલેટરને જોયું તો તેમના હોંશ ઉડી ગયા. તેમણે જોયું કે ઓક્સિજન પાઇપમાં વંદો ફસાયેલો હતો. જ્યારે આની જાણ અમે ડોક્ટરોને કહી તો તેઓએ કાંઇ જવાબ ન આપ્યો

(9:05 pm IST)
  • અમરેલી:બીટ કોઈન મામલે એસ.પી.જગદીશ પટેલની ધરપકડ બાદ જીલ્લાની મુખ્ય બે બ્રાન્ચનુ વિસર્જન:એસ.ઓ.જી.બ્રાન્ચ ના 11 પોલીસ કર્મીને અન્ય પોલીસ સ્ટેશનમા કરાઇ બદલી: એલ.સી.બી ના 15 પોલીસ કર્મીના પરત અન્ય પોલીસ સ્ટેશનમા બદલી કરાઈ : ઇન્ચાર્જ એસ.પી.બી.એમ.દેસાઈએ કર્યા ઓડર access_time 1:13 am IST

  • IPL 2018 : લો સ્કોરિંગ મેચમાં પંજાબનો દિલ્હી સામે ચાર રને વિજય : દિલ્હીની સતત પાંચમી હાર, પંજાબની સતત ચોથી જીત : શ્રેયસ ઐય્યરના 57 રન દિલ્હીને જીતાડી શક્યા નહીં : પંજાબે છેલ્લા બોલે દિલ્હીને 4 રને હરાવ્યું access_time 11:45 pm IST

  • દિવસ અને રાત પેટ્રોલ- ડીઝલના ભાવમાં સતત ભડકો: છેલ્લા ૫૫ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવો દેશમાં સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા access_time 9:58 pm IST